દિવાળી ભેટઃ પેટ્રોલમાં ૫ અને ડીઝલમાં ૧૦ રૂપિયા ઘટાડો

4

નવી દિલ્હી, તા. ૩
દેશમાં છેલ્લા ઘણા સમયથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે કેન્દ્રની મોદી સરકારે દેશના નાગરીકોને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી આવતીકાલથી એટલે કે દિવાળીના દિવસે ગુરુવારથી ઓછી થશે. પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટીમાં ૫ રૂપિયા અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થશે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા રાજ્યોએ કેન્દ્રને ભાવ ઘટાડવા વિનંતી કરી હતી. છે કે ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં હાલ પેટ્રોલે સદી ફટકારી છે. કેન્દ્ર સરકારના આ પગલાથી દેશના નાગરીકોને આંશીક રાહત મળશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય માણસની કમરતૂટી ગઈ છે. દેશના ઘણા શહેરોમાં તો ભાવ ૧૧૦ને પાર પહોંચ્યા છે. અંદાજીત તમામ રાજ્યોમાં હાલ પેટ્રોલ ડીઝલે સદી ફટકારી દીધી છે.