ગુજરાતના યુવા વિદ્વાન મહર્ષિ ગૌતમે કાશી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગ શરૂ કર્યો

122

એક સમયે ભારતની જન ભાષાનુ માધ્યમ સંસ્કૃત હતું તો આજે કેમ નહીંઃ મહર્ષિગૌતમ
બાબરાના વતની મહર્ષિગૌતમે પોતાની અખિલ ભારતીય સંસ્કૃત યાત્રા અંતર્ગત ૧૧ મો વર્ગ કાશી ખાતે શરૂ કર્યો. શિવ નગરી કાશીમાં આવેલ સતુઆ બાબા આશ્રમ સંચાલિત વિષ્ણુ સ્વામી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા ભાષાના ઉત્થાન માટે દસ દિવસીય નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાલયના ૪૦ વિદ્યાર્થીઓએ અને નગર નિવાસી ૧૦ છાત્રોએ નિયમિત રૂપે ઉપસ્થિત રહીને ભાગ ગ્રહણ કર્યો હતો. જેઓ આજે દરેક સ્વયં સરળ સંસ્કૃત બોલતા થયા છે અને પોતાના પરિવારના સભ્યો પણ સંસ્કૃત બોલતા થાય તે માટે કટિબદ્ધ થયા છે.

Previous articleપડઘરી તાલુકા શાળાના મહિલા શિક્ષિકા રમાબેન દુધાગરાનો આજે જન્મ દિવસ
Next articleભાવનગરથીં અજમેર શરીફ બે મુસ્લિમ બિરાદરો સાયકલ પર જવા રવાના