સરહદે નજર રાખવા લો લેવલ લાઈટવેઈટ રડાર માટેની માગ

2

મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટના લિસ્ટમાં સામેલ આ પ્રોજેક્ટલનું લિસ્ટ સેના દ્વારા સોમવારે જાહેર કરાયું
નવી દિલ્હી, તા.૯
ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ખંધા ચીન પર નજર રાખવા માટે ભારતીય સેનાએ સરકાર પાસે લો લેવલ લાઈટવેઈટ રડારની માંગણી કરી છે.ચીન સાથેની મોટાભાગની સરહદ પર્વતીય વિસ્તાર છે અને તેના કારણે ચીનની હિલચાલ પર નજર રાખવાનુ કામ મુશ્કેલ છે.આ વિસ્તાર ઓછી ઊઁચાઈએ ઉડતા દુશ્મનના વિમાનો, હેલિકોપ્ટરો અને ડ્રોન માટે મદદગાર છે. સેનાએ જે રડારની માંગણી કરી છે તે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટના લિસ્ટમાં સામેલ છે.આ પ્રોજેક્ટલનું લિસ્ટ સેના દ્વારા સોમવારે જાહેર કરાયું છે. જેમાં સર્વેલન્સ અને હથિયારથી સજ્જ ડ્રોન, કાઉન્ડર ડ્રોન સિસ્ટમ, ઈન્ફ્રન્ટી વેપન્સ ટ્રેનિંગ સિમ્યુલેટર, રોબોટિકસ સર્વિલેન્સ પ્લેટફોર્મ, પોર્ટેબલ હેલીપેડ જેવા ઘણા હથિયારો સામેલ છે.સરકારે દેશમાં શસ્ત્ર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ૨૦૯ ડિફેન્સ પ્રોડક્ટસને ૨૦૨૫ સુધી બહારથી ખરીદવા પર પ્રતિબંધ મુકયો છે. જેમાં લો લેવલ લાઈટવેઈટ રડારનો પણ સમાવેશ થાય છે. દરમિયાન ડીઆરડીઓ દ્વારા આ પ્રકારનુ એક રડાર તૈયાર કરાયુ છે અને તેને અશ્લેષા નામ અપાયુ છે.વાયુસેનાએ તેને પોતાના કાફલામાં સામેલ કર્યુ છે.પણ ભારતીય સેનાની જરુરિયાત અલગ હોવાથી હજી સુધી સેનાએ તેને ખરીદવાનો નિર્ણય લીધો નથી.