ઉમરાળાના ઉજળવાવ ગામના કુવામાંથી આધેડનો મૃતદેહ મળ્યો

7

ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામે આવેલા કુવામાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ઉમરાળા નજીકના ઉજળવાવ ગામે આવેલા કુવામાં એક પુરૂષનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોલીસે ઓળખ વિધી સહિતની ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ લખાય છે ત્યાં સુધી મરણ જનાર આધેડની ઓળખ થઇ નથી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.