ભાવનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમા તુલસી વિવાહનું આયોજન, કલાકારો લગ્નના રૂડા ગીતો ગાઈ ઉજવણી કરશે

2

ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા ૭૦ વર્ષથી આયોજન કરવામાં આવે છે : કળિયાબીડ ખાતે આવેલા રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ છેલ્લા ૨૦ વર્ષથી આયોજન કરવામાં આવે છે
ભાવનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ દર વર્ષે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે આયોજન સંપૂર્ણ બંધ હતા. ત્યારે હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, જે અંતર્ગત ડાયમંડ ચોક અને કાળિયાબીડ ખાતે તુલસી વિવાહનું જાહેરમાં આયોજન કરવામાં આવ્યું છે.

ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા માફક આ વર્ષે પણ ડાયમંડ ચોક ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા આગામી તા.૧૫ નવેમ્બરને સોમવારના રોજ તુલસી વિવાહનું આયોજન કરાયું છે. આ મંડળ દ્વારા છેલ્લા ૭૦ વર્ષથી ભાવનગર શહેરનાં ડાયમંડ ચોક ખાતે માતા તુલસી વૃંદા અને ભગવાન શ્રી લાલજી મહારાજ ના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીને કારણે તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યાં હતા, આ વર્ષે કોરોનાના કેસમાં ઘડાડો થતા સરકાર દ્વારા મહદંશે થોડી છુટછાટ સાથે સરકારીની ગાઈડ લાઈન પ્રમાણે ઉજવણી કરવાની છૂટ આપી છે. દરવર્ષે શહેરના જુદાં જુદાં વિસ્તારમાંથી ભગવાન શ્રી લાલજી મહારાજની જાન આવતી હોય છે, આ વર્ષે દેરી રોડ પાસે આવેલા આનંદ બાલક્રીડાંગણ બજરંગદાસ બાપાની મઢુલી પાસેથી જાનેરી જાન આવશે. તારીખ ૧૪ ને રવિવારના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે મંડપ મુહુર્ત તથા તા.૧૫ ને સોમવારે બપોરે ૩ઃ૩૦ કલાકે બેહનોની પૂજા વિધિ તથા સાંજે જાન આગમન થશે. ડાયમંડ ચોક મિત્ર મંડળના પ્રમુખ રાજેશ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તુલસી વિવાહની લગ્ન વિધિ દરમિયાન લોકગાયિકા રાજેશ્રીબેન પરમાર અને તેની ટીમ દ્વારા લગ્નના રૂડા ગીતો ગાશે, આ લગ્ન વિધિ દરમિયાન પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સંસ્થા સરદારનગર દ્વારા જુદા જુદા માતાજીની ઝાંખીના દર્શનનો લાભ દર વર્ષે આપવામાં આવે છે, તો ભાવનગરની ધર્મ પ્રેમી જનતાને આ ભવ્ય તુલસી વિવાહમાં હાજરી આપવવા ડાયમંડ ચોક મિત્ર મંડળ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળના પ્રમુખ પરેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે ભગવતી સર્કલ થી અયોધ્યા ચોક પાસે થી નીકળશે અને તુલસી ચોક ખાતે જાનનું આગમન થશે, તુલસી વિવાહ દરમિયાન રાત્રિના સમયે લગ્નના શુભ સ્થળે અજીત પરમાર અને સુરભી પરમાર દ્વારા લગ્ન ગીત રજુ કરવામાં આવશે, આ શુભ પ્રસંગે સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, સરકારી અધિકારીઓ, સર્વ સમાજના આગેવાનો તથા ભાવનગર વાસીઓ ને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.કાળિયાબીડ વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષથી રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહ મહોત્સવ સમિતિ દ્વારા કાળિયાબીડ ખાતે તુલસી વિવાહનું જાહેરમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તા.૧૫ ને સોમવારના રોજ સવારે ૯ વાગે, પૂજન વિધિ, બપોરે ૩ વાગે તથા ૭ કલાકે જાન આગમન તથા હસ્ત મેળાપ ૮ઃ૩૦ સહિતના કાર્યક્રમો યોજાશે.