રાજયમાં ૩૬ કલાક સુધી ૧૫ લાખથી વધુ રીક્ષાઓ થંભી જશે

117

અમદાવાદ , તા.૧૦
અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે નિર્ણય લીધો છે. જે માન્ય નથી. જેથી આગામી ૧૫-૧૬ ઓક્ટોબરની હડતાળ યથાવત રહેશે. રિક્ષા ચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડા વધારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે.જ અલગ-અલગ રિક્ષાચાલક સંગઠનોએ પોતાની માંગ અને પ્રશ્નોને લઈને ઝ્રદ્ગય્ ભાવ વધારા વિરોધ સમિતિ બનાવી હતી. જેથી જે પ્રતિનિધિઓ રાજ્ય સરકારને મળવા ગયા હતા, જેમાં ખોખરા વિસ્તારના રીક્ષા ચાલકોનો સમાવેશ થાય છે, જેઓ આ લડત માટે બનાવેલ સમિતિનો ભાગ ન હતા, તેઓ પણ દાવો અન્ય રિક્ષા ચાલકો તરફથી કરવામાં આવી રહ્યો છે. જેને લઈ હવે રીક્ષા ચાલકોના આંદોલનમાં બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે.સીએનજીના ભાવ વધારાને લઈને રીક્ષાચાલકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રીક્ષા ચાલક યુનિયનના પ્રતિનિધિઓ તથા ટેક્સી ચાલક પ્રતિનિધિઓ બેઠક યોજવાના છે. અમદાવાદ ખાતે યોજાનાર આ બેઠકમાં હવે ટેક્સી ચાલકો પણ રિક્ષા ચાલકોના આંદોલનમાં સામેલ થયા છે. આ બેઠકમાં આવનાર દિવસોમાં ઝ્રદ્ગય્ના ભાવ વધારા સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા કરવામાં આવશે અગાઉ રિક્ષાચાલકો આગામી ૧૫મી અને ૧૬મી નવેમ્બરે રાજ્ય વ્યાપી હડતાળનું એલાન કરી ચૂક્યા છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઝ્રદ્ગય્નો પણ ભાવ વધારો લોકોની કમર ભાંગી રહ્યો છે. ઝ્રદ્ગય્ ના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. ૧૫ અને ૧૬ નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો ૩૬ કલાકની હડતાળ પર ઉતરશે. રાજ્યભરમાં રીક્ષાચાલકો ઝ્રદ્ગય્ ના ભાવવધારના વિરોધમાં ૧૪ તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. ૧૫ અને ૧૬ તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો ૩૬ કલાકની હડતાળ કરશે. રાજ્યભરમાં ૧૫ લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો રિક્ષા ચાલક સમિતિએ દાવો કર્યો છે. આવતીકાલે રાજ્યભરના જુદા જુદા રીક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. તો ૧૨ તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે. ત્યારે બાદ ૧૪ નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે. ઝ્રદ્ગય્ના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાયી હતી. જેમાં બેથી ત્રણ વ્યક્તને બોલાવી ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. જેથી હવે ૧૮ રૂપિયાથી વધારી મિનિમમ ભાડું ૨૦ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે પેટ્રોલ-ડીઝલમાં વેટનો ઘટાડો કર્યો તેવી જ રીતે ઝ્રદ્ગય્ ના ભાવમાં પણ વેટ ઘટાડી રાહત આપવાની માંગ રીક્ષા ચાલકોએ કરી છે.

Previous articleજમ્મુ કાશ્મીરમાં CRPFની ૫ કંપનીઝ મોકલવા નિર્ણય
Next articleનોબેલ વિજેતા મલાલા યુસુફઝાઈએ નિકાહ કર્યા