ભાવનગરની શેઠ એચ.જે. લો કોલેજ ખાતે લીગલ સર્વિસ ડે નિમિત્તે મુટ કોર્ટ કોમ્પીટીશન યોજાઈ, ૭૫ લોકોએ ભાગ લીધો

123

મહિલાઓના કાયદા અંગે કાયદાના વિદ્યાર્થીઓએ ડીબેટનુ આયોજન કર્યું : શિહોર, ઘોઘા, જેસર તથા મહુવા ખાતે પણ સાયકલ રેલીનું આયોજન
નેશનલ લીગલ સર્વિસ ડે નિમિત્તે ભાવનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પાન ઈન્ડીયા અવેરનેસ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત તારીખ ૨-૧૦ થી તા.૧૪-૧૧ સુધી જુદા જુદા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત લીગલ સર્વિસ ડે નિમિતે શેઠ એચ.જે.લો કોલેજ ખાતે પ્રિન્સીપાલ, જે.એ.પંડયાના સહયોગથી મુટ કોર્ટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મહિલાઓના કાયદા અંગે કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા ડીબેટનુ આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રીકટ કોર્ટથી આઝાદ ચોક સુધી સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એપેલેટ જજ, સીનીયર તથા જુનીયર સીવીલ જજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ૭૫ લોકોએ ભાગ લીધો હતો. તાલુકા કાનૂની સેવા સમીતી શિહોર, ઘોઘા, જેસર તથા મહુવા ખાતે પણ આ અન્વયે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૫ લોકોએ ભાગ લીધો હતો. તા.૯ના રોજ લીગલ સર્વિસ ડે નીમીત્તે આર.ટી.વચ્છાણી, ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રેડીયો પર ઇન્ટરવ્યું આપવામાં આવ્યું હતું.

Previous articleભાવનગરના પ્રભારી કિરીટસિંહ રાણાએ લીધી BJP કર્યાલય મુલાકાત દરમિયાન આપી પ્રતિક્રિયા
Next articleસણોસરા શાળાના આચાર્યનો નિવૃત્તિ સન્માન સમારોહ