રોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે

4

નવી દિલ્હી,તા.૧૨
આગામી ૧૬થી ૨૧ નવેમ્બર દરિયાન ન્યૂઝીલેન્ડ સામે યોજાનારી ટી-૨૦ શ્રેણી માટે બીસીસીઆઈ દ્વારા રોહિત શર્માની ટી-૨૦ના નવા કપ્તાન તરીકે વરણી કરવામાં આવી છે. રોહિત શર્મા હવે ભારતીય ટીમમાં ટી-૨૦ના કાયમી કેપ્ટન છે જ્યારે ટૂંક સમયમાં તેને વન-ડેનો હવાલો પણ મળી શકે છે. રોહિત શર્મા મુંબઈનો વતની છે અને મુંબઈના વર્લી વિસ્તારમાં પત્ની અને બાળકી સાથે રહે છે. રોહિત શર્માના લગ્ન રિતિકા સજદેહ સાથે વર્ષ ૨૦૧૫માં થયા હતા. ટી-૨૦ના કેપ્ટન રોહિત શર્મા વર્લી વિસ્તારમાં આવેલી એક આલિશાન ઈમારતના ૨૯માં માળે રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘરની કિંમત ૩૦ કરોડ રૂપિયા છે અને ઘર ફ્લેટ હોવા છતાં ભલભલા બંગ્લોને આટી મારે એવું છે. આહુજા એપાર્ટમેન્ટનું આ ઘર ૬,૦૦૦ સ્ક્વેર ફૂટનું છે. ઘરમાં ચાર કિંગ સાઇઝ બેડરૂમ છે. અને તેમાં રોહિત અને રિતિકાને ગમતું ઈન્ટિરિયર કરાવવામાં આવ્યું છે. રોહિત શર્માએ રિતિકા સજદેહ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત એક એડ ફિલ્મના શુટિંગ વખતે થઈ હતી. છ વર્ષ સુધી ચાલેલા પ્રેમ સંબંધો બાદ બંનેએ લગ્ન કરી લીધું હતું. રોહિતના ઘરમાં દરવાજા બહાર નેમ પ્લેટ પર ત્રણ નામ લખવામાં આવ્યા છે. આ નામમાં રોહિત-રિતિકા અન સમાયાર આ નામ લખવામાં આવ્યું છે. સમાયરા રોહિતની દીકરી છે.