તળાજા-દાઠા સહિત પાંચ ગામને જોડતો પુલ તૂટ્યો

6

એક વર્ષ પહેલા ડે.કલેકટર-કલેકટરને કરી હતી રજુઆત : સમયસર થઈ ગયું હોત તો, આ ન થાત : પુલ તૂટતા ગ્રામજનોમાં ભારે રોષ ઉંચાકોટડા યાત્રાધામ સહિતના મુસાફરો ફસાયા વીસેક કિલીમીટર દૂર ફરીને જવું પડે તેવી સ્થિતિઃ પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ના દાઠા, તલ્લી, વાલર, યાત્રાધામ ઉંચા કોટડા સહિત ના અંતરિયાળ ગામડાઓને બગડ નદી પર ચાલીસ વર્ષ પહેલાં બાંધવામાં આવેલ પુલ ગઈકાલે રવિવારે સાંજે ૫.૩૦ ના સમય ગાળામા ભાંગી પડ્યો હતો. આ પુલપરથી લોડિંગ ટ્રક પસાર થતા ટ્રક પસાર થઈ ગયા બાદ બે કટકા થઇ ગયા હતા. તિરાડ પડી ને પુલ જમીન તરફ ઢળી પડ્યો હતો.જોકે એ સમયે કોઈ વાહન પસાર થતું ન હોય ગંભીર અકસ્માત ટળિયો હતો.સ્થાનિક પોલીસ જવાનો બંદોબસ્ત અર્થે દોડી ગયા હતા.તો બીજી તરફ ગ્રામજનો ને ખબર પડતાં લોકોના ટોળા ઉમટ્યા હતા.આથી એક વર્ષ પહેલાં તળાજા ડે.કલેકટર ને રૂબરૂ આવેદનપત્ર આપેલ અને જિલ્લા કલેકટર ને લેખિત માં જાણ કરી માઇનિંગ ના વાહનો પસાર ન થાય જેથી પુલ નુકશાન ન પામે તેવી રજુઆત કરી હતી.તે રજુઆત ની કોઈજ અસર થઈ ન હતી.જેનેપુલ સતત નબળો પડતો જતો હતો. જોકે છેલ્લા એકાદ મહિના થી માઇનિંગ કામ બંધ હોય પરંતુ પુલ નબળો પડી જવાના કારણે ગઈકાલે સાંજે તૂટી ગયો હતો. હવે તળાજા તરફ આવવા માટે પાંચ ગામડાના લોકોને ૧૫ કિમિ ફરીને માળવાવ થઈ આવવું પડશે.જે ગ્રામજનો માટે ઇંધણ અને સમય બંને વેડફાશે.
નદીમા પાણી હોય નદીમાં રસ્તો ન બની શકે
બગડ નદી માં હાલ પાણી છે.આથી તુરત નદી માથી સીધો રસ્તો બની શકે તેમ નથી.તળાજા માં જેમ શેત્રુંજી નો પુલ તૂટ્યો હતો તેવી દશા દાઠા સહિત ના ગામડાઓ ની થઈ છે.હવે મોટા ભૂંગલા મૂકી હંગામી રસ્તો બનાવવા ની માગ ઉઠી છે.