છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮,૮૬૫ નવા કેસ સામે આવ્યા

104

એક જ દિવસમાં ૧૯૭ લોકોના મોત થયા છે : રીકવરી રેટ ૯૮.૨૭% છે જે ગયા માર્ચ ૨૦૨૦માં સૌથી વધુ છે, સક્રિય કેસની વાત કરો તો ૧૩૦૭૯૩ છે જે છેલ્લા ૫૨૫ દિવસોમાં સૌથી વધુ છે
નવી દિલ્હી,તા.૧૬
દેશમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે ઓછા થઈ રહેલા દેખાય છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮,૮૬૫ નવા કેસ સામે આવ્યા છે જે છેલ્લા ૨૮૭ દિવસોમાં સૌથી ઓછા છે. જ્યારે એક જ દિવસમાં ૧૯૭ લોકોના મોત થયા છે. જ્યારે રીકવરી રેટ ૯૮.૨૭% છે જે ગયા માર્ચ ૨૦૨૦માં સૌથી વધુ છે. કોરોનાના સક્રિય કેસની વાત કરો તો ૧,૩૦,૭૯૩ છે જે છેલ્લા ૫૨૫ દિવસોમાં સૌથી વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૧,૯૭૧ લોકો સ્વસ્થ થયા છે. હવે સુધી કોરોનાથી કુલ ૩, ૩૮,૬૧,૭૫૬ લોકો સાજા થયા છે. ડેઇલી પોજિટિવિટી રેટ ૦.૮૦ ટકા છે જે છેલ્લા ૪૩ દિવસોથી ૨ ટકાથી નીચે છે. વીકલી પોજિટિવિટી રેટ ૦.૯૭ ટકા છે જે છેલ્લા ૫૩ દિવસોથી ૨ ટકાથી નીચે છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૯,૭૫,૪૬૯ વેક્સિનેશન થયું. અત્યાર સુધી કુલ ૧,૧૨,૯૭,૮૪,૦૪૫ વેક્સિનેશન થયુ છે. સોમવારે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના ૬૮૬ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૧૯ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં ચેપગ્રસ્ત અને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અનુક્રમે ૬૬,૨૪,૯૮૬ અને ૧,૪૦,૬૦૨ થઈ ગઈ છે. અધિકારીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં નવેમ્બરની શરૂઆતથી, ચેપના દૈનિક કેસોની સંખ્યા ૭૦૦થી ઓછી છે. તેમણે માહિતી આપી હતી કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૨ દર્દીઓ ચેપ મુક્ત થયા છે. , ત્યારબાદ રાજ્યમાં સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૬૪,૬૮,૭૯૧ થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં ૧૧,૯૪૩ કેસ સારવાર હેઠળ છે. બીજી તરફ દિલ્હીની વાત કરીએ તો, સોમવારે અહીં ૧૬ નવા કોવિડ કેસ સામે આવ્યા છે, જ્યારે એક દર્દીનું મોત થયું છે. તે જ સમયે, ચેપ દર ૦.૦૪ ટકા છે. સ્વાસ્થ્ય વિભાગના બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે, નવેમ્બરમાં અત્યાર સુધીમાં ચાર લોકોના સંક્રમણને કારણે મોત થયા છે. તે જ સમયે ચેપને કારણે ઓક્ટોબરમાં ચાર અને સપ્ટેમ્બરમાં પાંચ લોકોના મોત થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ સંબંધિત અધિકારીઓ દ્વારા ૩૭,૪૯૫ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલમાં, દિલ્હીમાં ૩૩૭ લોકો કોરોના વાયરસના ચેપની સારવાર હેઠળ છે, જેમાંથી ૧૬૪ લોકો આઇસોલેશનમાં છે. શહેરમાં હાલમાં ૧૨૪ કન્ટેઈનમેન્ટ ઝોન છે. રવિવારે દિલ્હીમાં ચેપના ૩૬ કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મોત થયું હતું. તે જ સમયે, શનિવારે કોવિડ -૧૯ ના ૫૬ નવા કેસ અને શુક્રવારે ૬૨ નવા કેસ નોંધાયા હતા.સરકારી ડેટા અનુસાર, દિલ્હીમાં ૨.૧૩ કરોડથી વધુ લોકોને કોવિડ -૧૯ વિરોધી રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી વધુ ૮૦ લાખથી વધુ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

Previous articleટૂંક સમયમાં ધો. ૧થી ૫નો ઓફલાઈન અભ્યાસ શરૂ થશે
Next articleશ્રીનગરમાં સેના સાથેની અથડામણમાં બે આતંકી ઠાર