કમલેશ્વર મંદિરની દિવાલ પડતા બે વાહનો દબાયા

11

શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં યુનિયન બેન્કવાળા ખાંચામાં આવેલ કમલેશ્વર મહાદેવ મંદિરની દિવાલનું સમારકામ ચાલતું હતું દરમિયાન દિવાલ પડતા બાઇક સહિત બે વાહનો દબાઇ ગયા હતાં અને નુકશાન થવા પામ્યું હતું. જો કે, કોઇને ઇજા કે જાનહાની થવા પામી ન હતી. દિવાલ ધરાશાયી થતાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતાં.