રાજપરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ભકતોનો અભૂતપૂર્વ પ્રવાહ યથાવત

113

રાજ્ય,પરપ્રાંત તથા વિદેશથી નવાં વર્ષ નિમિત્તેમાં ખોડિયારના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિરે વ્યવસ્થાઓ ગોઠવાઈ
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે ગોહિલવાડ સ્ટેટની રાજ દેવી માં ખોડિયારના બેસણાં છે આ ધામ કોઈ શક્તિપીઠ થી જરા પણ કમ નથી અને માતા પર અપાર-અખૂટ શ્રદ્ધા-ભક્તિ ધરાવતો વર્ગ રાજ્ય દેશ સાથે દુનિયાના ખૂણે ખૂણે વસે છે આ શ્રદ્ધાળુઓ નવાં વર્ષને લઈને માતાજીની એક ઝાંખી માટે છેલ્લા અગિયાર અગિયાર દિવસથી અભૂતપૂર્વ સંખ્યામાં આવી રહ્યાં છે અને અહીં માતાજીના દર્શન-પૂજન થકી પોતાની પામર જાતને માતૃ આશિષ થકી ધન્ય કરી રહ્યાં છે. ભાવનગર રાજ પરીવારની આરાદ્ય દેવી ખોડિયાર માત્ર રાજ પરીવાર માં નથી પૂજાતી પરંતુ અઢારે વર્ણમાં પુજાય છે એવી આ રાજની દેવી નો આસ્થાળુ વર્ગ વિશ્વના ખૂણે ખૂણે વસવાટ કરે છે અને વર્ષનાં ૩૬૫ દિવસ રાજપરા વાળી માં ખોડિયારના દર્શન-પૂજન માટે માઈ ભક્તોનો અભૂતપૂર્વ પ્રવાહ શરૂ રહે છે ત્યારે તાજેતરમાં હિંદુ ધર્મના નવાં વર્ષની શરૂઆત સાથે દર વર્ષની પરંપરા મુજબ લોકો પોતાની આસ્થાનું કેન્દ્રબિંદુ એવી રાજરાજેશ્વરી માં ખોડિયારના દર્શન-પૂજન માટે અભૂતપૂર્વ ભીડ જમાવી રહ્યાં છે મંદિર સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર છેલ્લા અગિયાર દિવસથી દરરોજ ૫૦ હજાર થી ૧ લાખ જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવી રહ્યાં છે આ શ્રદ્ધાળુઓ માટે મંદિર સત્તાવાળ દ્વારા સુંદર સુવિધાયુકત ઉતારા ભોજન સહિતની વ્યવસ્થા ઓ ગોઠવવામાં આવી છે અને લોક ઘસારાને પહોંચી વળવા દિવસ રાત મોટી સંખ્યામાં સ્વયંસેવકોની ફૌજ ખડેપગે સેવા બજાવી રહી છે એજ રીતે માઈભકતો માટે ભોજન-પ્રસાદ માટે રસોડું ૨૪ કલાક ધમધમી રહ્યું છે આગંતુકોને કોઈ પણ પ્રકારે અગવડ ન પડે તે અંગેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે અને આગામી પૂનમ સુધી આસ્થાળુ ઓનો પ્રવાહ અકબંધ રહેવાની શક્યતા રહેલી છે તેમ ટ્રસ્ટી ગણ દ્વારા જણાવ્યું હતું.

Previous articleનોનવેજ ફૂડ વેચતા લોકોના સંગઠને ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કરી, નાના ધંધાર્થીઓની રોજીરોટી અકબંધ રાખવા અનુરોધ
Next articleકમલેશ્વર મંદિરની દિવાલ પડતા બે વાહનો દબાયા