રિલાયન્સ-ટાટાના શેરમાં કડાકો, સેન્સેક્સ ૩૧૪ પોઈન્ટ તૂટ્યો

90

નિફ્ટીમાં ૧૦૧ પોઈન્ટનો ઘટાડો નોંધાયો : શેરબજાર તૂટતાં રોકાણકારોને મોટું નુકશાન વેઠવું પડ્યું
નવી દિલ્હી, તા.૧૭
એક દિવસના કારોબાર બાદ બુધવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આ સમયગાળા દરમિયાન બીએસઈ અને એનએસઈ બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે એક દિવસના કારોબાર બાદ બીએસઈ મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૩૧૪.૦૪ અંક એટલે કે ૦.૫૨ ટકાના ઘટાડા સાથે ૬૦,૦૦૮.૩૩ પોઈન્ટ પર બંધ થયો હતો. બીએસઈની સાથે એનએસઈમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી પણ ૧૦૦.૫૫ અંક એટલે કે ૦.૫૬ ટકા ઘટીને ૧૭,૮૯૮.૬૫ પર બંધ થયો હતો. મારુતી, એશિયન પેઈન્ટ્‌સ, પાવર ગ્રિડ, એનટીપીસી, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેકકેમ, એસબીઆઈએન, બજાજ ફીનાન્સ અને બજાજ ફિનસર્વ શેર બુધવારે એક દિવસના ટ્રેડિંગ પછી સેન્સેક્સ પર લીલા નિશાન પર બંધ થયા હતા.
ઉપરાંત,નેસ્લેઈન્ડિયા, ઈન્ફી, એલટી, અલ્ટ્રાકેમકો, આઈસીઆસીઆઈ બેન્ક, એમએન્ડએમ, હિંદયુનિલિવર, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, સન ફાર્મા, એચસીએલટેક, ટીસીએસ, એચડીએફસી, એચટડીએફસી બેન્ક, ડો. રેડ્ડી, ટાઈટન, કાર્તિકર્લેન્ડ, ભારત લાલ નિશાન પર બંધ થયા હતા. બુધવારે સવારે પણ શેરબજારોની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી. આજે સવારે સેન્સેક્સ તેના ગઈકાલના બંધ સ્તરથી ૧૫૧ પોઈન્ટ નીચે ખુલ્યો હતો. એશિયન પેઇન્ટ, એનટીપીસી, મારુતિ સહિતના બે ડઝનથી વધુ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ સવારે એચડીએફસી, ડૉ. રેડ્ડીના શેરમાં સૌથી વધુ નુકસાન થયું હતું. નિફ્ટી પણ ગઈકાલના બંધ ૧૭,૯૯૯ પોઈન્ટની સપાટીથી ૪૧ પોઈન્ટ નીચે ખુલ્યો હતો. અગાઉ મંગળવારે વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે આરઆઈએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એસબીઆઈ જેવા મોટા શેરોમાં થયેલા નુકસાનને કારણે સેન્સેક્સ ૩૯૬ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૧૦.૨૫ પોઈન્ટ અથવા ૦.૬૧ ટકાના ઘટાડા સાથે ૧૮,૦૦૦ની નીચે ૧૭,૯૯૯.૨૦ પર બંધ થયો હતો. નિફ્ટીના ૩૭ શેરો ખોટમાં હતા. મંગળવારે સેન્સેક્સ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ૨.૫૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એસબીઆઈમાં ૨.૩૧ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૨.૨ ટકા, એનટીપીસીમાં ૨.૦૮ ટકા અને ઇન્ડસઇન્ડ બેન્કમાં ૧.૮ ટકાની ખોટ હતી.

Previous article૭૦૦૦થી વધુ ગામને ૪જી નોટવર્કની કનેક્ટિવિટી અપાશે
Next articleભાવનગરમાંથી ગેસના બાટલા એકના ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું