જિલ્લાના ૬૯૨ ગામોના લાખો લોકોએ કાનૂની જાગરૂકતાનો લીધેલો લાભ

102

ભાવનગર કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પાન ઇન્ડિયા કાર્યક્રમોની ફલશ્રુતિ
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા પાન ઈન્ડિયા અવેરનેસ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત તા.૨ થી તા. ૧૪સુધી જુદા- જુદા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ૬૯૨ ગામડાઓમાં આશરે ૩૫ લાખ લાભાર્થીઓએ કાનુની જાગરૂક્તાનો લાભ લીધો હતો.
રાષ્ટ્રીય કાનૂની સત્તામંડળ, સુપ્રિમ કોર્ટ, નવી દિલ્હીના જસ્ટિસ યુ.યુ.લલીત, એક્ઝિકયુટિવ ચેરમેન, નાલ્સા (સિનિયર જજ, સુપ્રિમ કોર્ટ) તથા જસ્ટિસ અરવિંદકુમાર, ચીફ જસ્ટીસ, ગુજરાત હાઈકોર્ટ એન્ડ પેટ્રન ઈન ચીફ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, હાઈકોર્ટ, અમદાવાદના જસ્ટિસ આર.એમ.છાયા, એક્ઝિકયુટિવ ચેરમેન તથા જસ્ટિસ સોનીયાબેન ગોકાણી, સિનિયર જજ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા પાન ઈન્ડિયા અવેરનેસ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ગત તા.૨થી તા.૧૪ સુધી જુદા- જુદા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકાના ૬૯૨ ગામડાઓમાં કુલ ૩ વખત ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો અને તેનો આશરે ૩૫ લાખ લાભાર્થીઓને લાભ મળ્યો હતો. તેમજ આશરે ૯૫૦ જેટલી કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવ્યાં હતાં. તેમાં આશરે ૧,૨૫,૦૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ કાયદા અંગેની માહિતી આપવામાં આવ્યો હતો. આ દરમ્યાન ભાવનગર જિલ્લાની કુલ ૧૧ શાળાઓમાં ચિત્ર, સ્લોગન અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧,૬૬૨ બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રીય મહિલા આયોગ તથા મહિલા એન.જી.ઓ.ના સહયોગથી મહિલાઓના કાયદાકીય અધિકારો અંગે શિબિર યોજવામાં આવી હતી. ભાવનગર જિલ્લાની દરેક શાળાઓ, સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો તેમજ જાહેર જગ્યાઓ કે જ્યાં જાહેર જનતા વધુ એકત્ર થતી હોય તેવા સ્થળોએ સ્ટીકર લગાવવામાં આવ્યાં હતાં. તેમજ જાહેર સ્થળોએ મફત કાનુની સહાય અંગેની ઓડિયો ક્લીપ પણ સંભળાવાઇ હતી અને પેમ્ફલેટનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત બંસી સીટી બસની ટિકિટની પાછળના ભાગે મફત કાનૂની સહાય અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી. તેમજ મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રદર્શન પણ ગોઠવાયું હતું. તેમજ જિલ્લા અદાલત ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુટ કોર્ટ તેમજ મહિલાઓના કાયદા અંગે ડીબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એચ.જે.શેઠ લો કોલેજના આચાર્ય પંડ્યા તથા જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીએ જહેમત ઉઠાવી હતી. જેમાં કાયદા શાખાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.

Previous articleરાજુલાના સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ
Next articleવિહોતર ગ્રુપ ઓફ ભાવનગત દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો