આગામી ચૂંટણીમાં કાર્યકરોને જવાબદારી વહન કરવા તૈયાર થઇ જવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આહ્વાન

13

ભાવનગર શહેર ભાજપના નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ભાજપના આગેવાના, કાર્યકરો ઉમટી પડ્યા
ભાવનગર શહેર ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગઈકાલે ખાનગી પાર્ટી પ્લોટમાં નુતનવર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

નુતનવર્ષના સ્નેહમિલનમાં ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ આગેવાનો અને કાર્યકરો નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સાથે આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીમાં જવાબદારી વહન કરવા તૈયાર રહેવા કાર્યકરોને આહ્વાન કર્યુ હતું. અને તમામ એક થઈ કામ કરવા અનુરોધ કરાયો હતો.નુતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય વિભાવરીબેન દવે, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, હરૂભાઈ ગોંડલીયા, શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મેયર કિર્તીબેન દાણીધારીયા, ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા, મહામંત્રીઓ યોગેશભાઈ બદાણી, અરૂણભાઈ પટેલ, ડી.બી.ચુડાસમા તેમજ શહેરના હોદ્દેદારો અને નગરસેવકો, કાર્યકરો આમંત્રિતો તથા શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીનું સ્વાગત કરાયુ હતું.