માહી મિલ્કે ભાવનગરથી લોન્ચ કરી ઓટોમેટિક મિલ્ક કલેકશન સીસ્ટમ

99

તા . ૧૮/૧૧/૨૦૨૧ “ માહી ઓટોમેટિક મિલ્ક ક્લેકશન મોબાઇલ એપ્લિકેશન તેમજ માહી ઇઆરપી સોફટવેર શરૂ થતા હવે દૂધ સંપાદન અંગેની માહિતીમાં વધુ પારદર્શકતા આવશે તેની સાથે સાથે સહાયકોને પણ દૂધ સંપાદન કરવામાં સરળતા પ્રાપ્ત થશે . આ સીસ્ટમ લોન્ચ કરીને કંપનીએ ડિજિટલાઇઝેશન તરફ વધુ એક કદમ ભર્યું છે . ” તેમ ભાવનગર ખાતે માહી એએમસીએસ મોબાઇલ એપ્લિકેશન અને માહી ઇઆરપી સોફટવેર લોન્ચ કરવા યોજાયેલ સમારંભમાં કંપનીના ચીફ એકિઝકયુટિવ ડો . સંજય ગોવાણીએ જણાવ્યુ હતું . કંપનીના આઇ.ટી. વિભાગના કર્મચારીઓને આ એપ્લિકેશન અને સોફટવેર તૈયાર કરવા બદલ અને કંપનીને આ ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા તરફ દોરવા બદલ અભિનંદન આપ્યા હતા. માહી કંપનીના દૂધ ઉત્પાદક સદસ્યો અને દૂધ એકત્રિકરણ સાથે જોડાયેલા તમામ લોકોને કામગીરીમાં સરળતા મળે તે માટે સમયાંતરે નવી નવી મોબાઇલ એપ્લિકેશનો અને સોફટવેર કંપનીના આઇ.ટી. વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહ્યા છે. દૂધ ઉત્પાદક સદસ્ય એમ.પી.પી. પર દૂધ ભરે ત્યારે તેના ફેટ, એસ.એન.એફ. અને તેમણે જેટલું દૂધ ભર્યું હોય તેની વિગતો હાલ સહાયક જીપીઆરએસ મોડેમ દ્વારા બી.એમ.સી./ સર્વર પર મોકલે છે તેમા કયારેક જગ્યાના કારણે તો કયારેક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરના કારણે નેટવર્કની મુશ્કેલીઓ મુશ્કેલીઓ આવતી રહે છે. પરિણામે સહાયકો નેટવર્ક મળે નહિ ત્યાં સુધી માહિતી મોકલી શકતા નથી. પરંતુ હવે આ તમામ મુશ્કેલીઓનો અંત આવશે. આ ઓટોમેટિક મિલ્ક ક્લેક્શન સીસ્ટમ લોન્ચ કરવા માહી એમપીસીએલ, ભાવનગર ખાતે તા.૧૮ને ગુરૂવારે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કંપનીના એડવાઇઝર યોગેશભાઇ પટેલ, પ્રોકયોરમેન્ટ હેડ જ્ઞાનેન્દ્ર વર્માએ પણ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. માહી ડેરી ભાવનગરના ડિસ્ટ્રીકટ ઇન્ચાર્જ ડો. શાંતિલાલ રાકે કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન અને કાર્યક્રમ પૂર્ણ થતા આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન નિલેશ મકવાણાએ કર્યુ હતું.

Previous articleગુરૂનાનક જયંતીની ઉજવણી
Next articleઆર્મી ટ્રેનીંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા પાયલબેનનું કળસારમાં ભવ્ય સ્વાગત