આર્મી ટ્રેનીંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા પાયલબેનનું કળસારમાં ભવ્ય સ્વાગત

11

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ના કળસાર ગામ ના પાયલબેન જીવનભાઈ કટારીયા ઇન્ડિયન આર્મી અસમ રાયફલ માં ટ્રેનીંગ પૂર્ણ કરી પોતાના ગામ કળસાર પોહચ્યા હતા ત્યારે સમસ્ત કળસાર ગામ તથા કોળી સમાજ રોશન કર્યું હતું જેથી ગામ જનો તથા અશોકભાઈ જોળીયા દ્વારા આર્મી ગર્લ નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બેન ને ધોડા ઉપર બેસાડી ફુલ હાર કરી ગામજનો તથા મહેમાનો દ્વારા આર્મી ગર્લ નું સ્વાગત કર્યું હતું