તિર્થનગરી પાલિતાણામાં શરૂ થશે છ’રી પાલીત યાત્રા

105

છ’રી પાલીત યાત્રા માટે ૨૫ સંઘનો નોંધાયા, ૪૦ થવાની આશા
કારતક સુદ પૂર્ણામાથી જૈનોના તિર્થક્ષેત્ર પાલિતાણામાં શેત્રુંજય યાત્રાનો પ્રારંભ થથા દેશભરમાંથી જૈન ભાવિકો પાલિતાણા આવી યાત્રા કરી રહ્યા છે ત્યારે આગામી દિવસો છ’રી પાલીત યાત્રા, ૯૯ યાત્રાઓ પણ શરૂ થશે.દર વર્ષે કારતક પૂર્ણીમા બાદ પાલિતાણામાં છ’રી પાલીત યાત્રા સંઘો આવીને યાત્રા કરતા હોય છે અને આ વર્ષે એકાદ-બે દિવસમાં જ છ’રીપાલીત યાત્રા શરૃ થનાર છે તેના માટે અત્યાર સુધીમાં ૨૫ સંઘો નોંધાઇ ચુક્યા છે અને હજુ વધીને સંઘોની સંખ્યા ૪૦ સુધી થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સંઘમાં ઓછામાં ઓછા ૨૦૦ જેટલા ભાવિકો જોડાય છે અને લગભગ ચારેક દિવસનું રોકાણ હોય છે. ચાતુર્માસ પૂર્ણ થતા જૈન સાધુ ભગવંતોના વિહારની શરૂઆત થાય છે ત્યારે ગામે ગામથી પાલીતાણા તીર્થનો છ’રી પાલીત સંઘો પ્રયાણ કરે છે. હાલ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં છરી પાલીત સંઘોની નોંધ થઇ ત્યારે પ્રારંભમાં જ રપથી વધુ છ’રી પાલીત સંઘો નોંધાઇ ચુકયા છે. ત્યારે એક અંદાજ મુજબ કોરોનાના કેસોમાં વધારો તેમજ સરકારી ગાઇડ લાઇનમાં ફેરફાર ન થાય તો ૪૦ જેટલા છ’રી પાલીત યાત્રા સંઘો પાલીતાણા આવી શકે છે . છ’રી પાલીત સોંમાં પ્રકારના નિયમનું તથા એકાસણ સહીત ધાર્મિક અનુષ્ઠાનો ફરજીયાત હોય છે. છ’રી પાલીત સંઘોની યાત્રા પૂર્ણ થયા બાદ તિર્થક્ષેત્રમાં ૯૯ યાત્રા શરૂ થશે જે લગભગ ૫૦ થી ૬૦ દિવસ ચાલતી હોય છે. આમ તિર્થનગરી હવે ત્રણેક માસ સુધી ધર્મમયી રહેશે.

Previous articleસિહોર ગુરૂદ્વારામાં ધજા ચડાવતા સમયે ૧૦૦ ફુટનો પિલર ધરાશાયી થતા દોડધામ
Next articleકૃષિ કાયદા પાછા ખેંચાતા સીટુએ આતશબાજી કરી