દેશમાં સાફ સફાઈ સર્વેમાં ભાવનગર ૧૯માં ક્રમે, જાહેર સાફ સફાઈ મુદ્દે લોક જાગૃતિનો સદંતર અભાવ

6

સ્વચ્છતામાં ૨૩ ક્રમની છલાંગ, ભાવનગર શહેરે ૨૦૨૧ના જાહેર થયેલા રાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણમાં ૪૩૪૯.૪૫ માર્કસ મેળવ્યા
દેશના અનેક મહાનગરોમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા કસોટીમાં ભાવનગર છેક ૧૯માં ક્રમે ધકેલાયુ છે. જાહેર સાફ સફાઈ મુદ્દે લોક જાગૃતિનો સદંતર અભાવ સાથે તંત્રનું ઉદાસીન વલણ આ ૧૯માં ક્રમ પરથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે. દેશમાં સ્વચ્છતા અભિયાન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને વડાપ્રધાન મોદી દ્વારા જાહેર સાફસફાઈ મુદ્દે દેશવાસીઓ પર ભાર મુકવા સાથે વર્ષ દહાડે કરોડો રૂપિયા નો ખર્ચ પણ કરે છે આમ છતાં નોંધપાત્ર પરીણામ નથી મળી રહ્યું. ત્યારે તાજેતરમાં સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા એક ખાસ સર્વેમાં સમગ્ર દેશ લેવલે સુરત શહેર સૌથી વધુ સ્વચ્છ-ચોખ્ખું ચણક શહેર જાહેર થવા સાથે સમગ્ર દેશમાં બીજા ક્રમનું સાફસુથરૂ શહેર જાહેર થયું છે. આ સાથે વાત ભાવનગરની કરીએ તો ભાવનગર શહેરનો દેશમાં ૧૯મો ક્રમ આવ્યો છે. ભાવનગર શહેરનાં લોકો હજું પણ જાહેર સ્વચ્છતા બાબતે સભાન નથી તો બીજી સ્વચ્છતાની હિમાયત અને નિયમોના કડક અમલીકરણ માટે બીએમસી પણ વામણુ પુરવાર થયું છે. શહેરના હાર્દ સમા વિસ્તારોમાં આજે પણ ગંદકી સાથે સાફસફાઈનો અભાવ સ્પષ્ટ પણે જોવા મળે છે. ભાવનગર મહાનગરને બાદ કરતાં સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના મહાનગરોમાં મહાનગરપાલિકા ઓ જાહેર સ્વચ્છતા બાબતે ખૂબ જ સભાન છે અને દિવસ-રાત સફાઈ કામદારો દ્વારા શહેરને ચોખ્ખું રાખવા ખડેપગે સેવા બજાવે છે. બીજી બાજુ અધિકારીગણ પણ કાયદાનું પાલન કરાવવામાં સરેઆમ ભોઠપ અનુભવે છે. ત્યારે જો સાફસુથરૂ શહેર ભાવનગર બનાવવું હોય તો સૌપ્રથમ લોક જાગૃતિ અનિવાર્ય છે લોકો માં સ્વયંભૂ રીતે જાગૃતિ આવે તો જ સાફસફાઈ ક્ષેત્રે ભાવનગર શહેરનો ગ્રાફ ઊચકાઈ તેમ છે.