૨૬ નવેમ્બર બંઘારણ દિવસનુ વિશેષ મહત્વ

104

૨૬ નવેમ્બરના દિવસે દર વર્ષે ભારતમાં બંધારણ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે નેશનલ લો દિવસ સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વર્ષ ૧૯૪૯માં ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યુ હતું જે ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ના દિવસે અમલી બનાવવામાં આવ્યું હતું.
– બંધારણ દિવસનું મહત્ત્વ
ભારત રત્ન ડૉ. બી આર આંબેડકર એક પ્રસિદ્ધ સમાજ સુધારક, રાજકારણી અને ન્યાયશાસ્ત્રી હતા અને તેમને ભારતીય બંધારણના જનક પણ કહેવામાં આવે છે. તેમને ૨૯ ઑગષ્ટ, ૧૯૪૭ ના રોજ બંધારણ ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. ડો. આંબેડકર ભારતીય બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરનાર વ્યક્તિ હતા અને વર્ષ ૨૦૧૫માં આંબેડકરની ૧૨૫મી જ્યંતી હતી. ભારતના બંધારણ દિવસનો ઉદ્દેશ્ય ભારતીય બંધારણ અને તેના ઘડવૈયા ડૉ. બી આર આંબેડકરના મહત્ત્વ વિશે લોકોમાં જાગરૂકતા લાવવાનો છે. આ દિવસ મનાવવાની ઘોષણા ૧૧ ઑક્ટોબર, ૨૦૧૫માં કરવામાં આવી હતી.
– ભારતનું બંધારણ શું છે?
બંધારણ ભારત સરકારના લેખિત સિદ્ધાંતો અને ઉદાહરણોનો એક સમૂહ છે જે મૂળભૂત રાજનૈતિક સિદ્ધાંતો, પ્રક્રિયાઓ, અધિકારો, નિર્દેશ સિદ્ધાંતો, પ્રતિબંધો અને સરકાર અને દેશના નાગરિકોની ફરજને દર્શાવે છે.
– ભારતના બંધારણનુ મહત્વ
ભારતના બંધારણમાં, ભારતના લોકોએ ભારતને એક સાર્વભૌમિક, સમાજવાદી, બિન-સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો છે. જેમાં સર્વ નાગરિકને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા મળી રહે. ઉપરાંત બંધારણમાં ભારતના નાગરીકોને કેટલાંક મુળભૂત હક્કો આપેલા છે અને અન્ય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત દ્વારા અમુક અગત્યના હક્કો આપવામાં આવ્યા છે.
બંધારણ સભાએ ઔપચારિક રીતે સ્વીકૃત કર્યું હતું. જેને અધીન રહીને સમગ્ર દેશમાં એક કાયદાની અંદર રહીને દરેક વ્યક્તિ કામ કરી શકે
ડૉ. આંબેડકરે રાતદિવસ એક કરી, સતત ૧૮ કલાક કામ કરી ૩૪૩ અનુચ્છેદો અને ૧૩ પરિશિષ્ટો સાથેનો બંધારણનો મુસદ્દો બંધારણ સભા સમક્ષ રજૂ કર્યો. તેમાં ૭૬૩૫ સુધારાઓ સૂચવાયા અને તેમાંથી ૨૪૭૨ સુધારાઓનો સ્વીકાર થયા બાદ વિશદ ચર્ચા વિચારણાના અંતે બંધારણ સભાએ ૩૯૫ અનુચ્છેદો અને ૮ પરિશિષ્ટો સાથેનું બંધારણ પસાર કર્યું હતું.
બંધારણમાં અમલ સમયે ૩૯૫ કલમ સામેલ હતી. હાલમાં તેની સંખ્યા વધીને ૪૪૮ થઇ ગઇ છે. જ્યારે બંધારણમાં ૮ પરિશિષ્ટ જેની સંખ્યા વધીને હવે ૧૨ થઇ ગઇ છે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટુ છે. તેમાં ૪૪૮ આર્ટિકલ અને ૧૨ શેડ્યુલ છે. અત્યાર સુધીમાં તેમાં ૯૮ અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અમેરિકાનું બંધારણ સૌથી નાનુ છે.
– લેખન
ડૉ સચિન જે પીઠડીયા માંગરોળ
ડો.પંકજકુમાર એમ મુછડીયા રાજકોટ

Previous articleન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પહેલી ટેસ્ટ મેચમાં શુભમન ગિલને ૨ વાર જીવનદાન મળ્યાં
Next articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે