ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પહેલી ટેસ્ટ મેચમાં શુભમન ગિલને ૨ વાર જીવનદાન મળ્યાં

105

મુંબઈ,તા.૨૫
વિરાટ કોહલીને આ મેચમાંથી આરામ અપાયો છે. રોહિત શર્મા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આખી સિરીઝમાંથી આરામ અપાયો છે. વળી, કે.એલ.રાહુલ મેચના ૨ દિવસ પહેલાં ઈજાગ્રસ્ત થતાં આ સિરીઝની બહાર થઈ ગયો છે. એવામાં હવે દ્રવિડ યુવા ખેલાડીને તેમના સ્થાને તક આપી ટીમનું કોમ્બિનેશન નક્કી કરશે. રહાણેની કેપ્ટનશિપમાં ભારતે અત્યારસુધી ૫ ટેસ્ટ મેચ રમી છે અને જેમાં ૪માં ટીમે જીત મેળવી છે. ત્યારે ૧ મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં અત્યારસુધી ૨૨ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ૭ મેચમાં ટીમ જીતી છે જ્યારે ૩માં હારનો સામનો કર્યો છે. વળી, આ સ્ટેડિયમમાં ૧૨ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ અહીં છેલ્લી મેચ ૧૯૮૩માં વેસ્ટ ઈન્ડીઝ સામે હારી હતી. ત્યાર પછી ઈન્ડિયાએ અહીં ૮ ટેસ્ટ મેચ રમી છે, તેમાં ૫ જીતી છે, જ્યારે ૩ ડ્રો રહી છે, એટલે કે કાનપુરની આ પિચ પર ટીમ ઈન્ડિયા છેલ્લાં ૩૮ વર્ષથી એકપણ મેચ હારી નથી. ઈન્ડિયન ટીમે ગ્રીન પાર્કમાં છેલ્લી ત્રણ મેચ જીતી છે. ૨૦૦૮માં ઈન્ડિયાએ અહીં દક્ષિણ આફ્રિકાને ૮ વિકેટથી, ૨૦૦૯માં શ્રીલંકાને ૧ ઈનિંગ અને ૧૪૪ રનથી અને પછી ૨૦૧૬માં ન્યૂઝીલેન્ડને ૧૯૭થી હરાવ્યું છે. કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં શુભમન ગિલને ૨ વાર જીવનદાન મળ્યાં છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પહેલી ટેસ્ટ મેચમાં રહાણેએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી

Previous articleદેવી લક્ષ્મી સવિતાની કસોટી કરે છે! શું તે સફળ થશે? જાણવા માટે જુઓ સોની સબ પર શુભ લાભ- આપકે ઘર મેં
Next article૨૬ નવેમ્બર બંઘારણ દિવસનુ વિશેષ મહત્વ