શહેરનાં આંગણે શુકદેવજી સ્વરૂપ પૂ.ભાઈશ્રીના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન

119

વિજયરાજનગર સ્થિત પ્રગતિમંડળના મેદાનમાં રાઠોડ પરીવારના પિતૃ મોક્ષાર્થે તા.૨૮ નવેમ્બર થી ૪ ડીસેમ્બર સુધી કથાનું ભવ્ય આયોજન
ભાવનગર શહેરના આંગણે રાઠોડ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાના આંતરરાષ્ટ્રીય વકતા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના વ્યાસાસને આગામી તા.૨૮ નવેમ્બર થી ૪ ડીસેમ્બર સુધી શહેરના વિજયરાજનગ સ્થિત પ્રગતિમંડળના મેદાનમાં શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ ને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.
કોરોના મહામારી ના લાંબા સમય બાદ ભાવનગર શહેરનાં આંગણે શહેરના આંગણે ભવ્ય ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે માલધારી સમાજ એવાં ભરવાડ સમાજના આરાધ્ય દેવ બાવળીયાળી ઠાકર દુવારા જગ્યાનાં ગાદીપતિ પૂ.ઈસુબાપુ ની પ્રેરણા થકી આ કથાના નિમિત્ત માત્ર એવાં સુરેશભાઈ શેલાભાઈ રાઠોડ ગોવિંદભાઈ શેલાભાઈ રાઠોડ અને ભરતભાઈ શેલાભાઈ રાઠોડ ના યજમાન પદે ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, વ્યાસપીઠ પર આંતરરાષ્ટ્રીય ભાગવત કથાના વકતા અને આજનાં યુગનાં શુકદેવજી નું બિરૂદ આપવામાં આવ્યું છે એવાં સાંદિપની આશ્રમ પોરબંદરના પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના શ્રીમુખે સાત દિવસ ભાગવત જ્ઞાનયજ્ઞ ની સરવાણી વહેશે આ કથા દરમ્યાન કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પૂજા રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે વિજયરાજનગ સ્થિત પ્રગતિમંડળના મેદાનમાં યોજાનાર આ કથા માં તા ૨૮ નવેમ્બર ના રોજ યજમાનના ગૃહેથી પોથીયાત્રા પ્રસ્થાન કરી કથામંડપ માં પહોંચશે અને દરરોજ સવારે નવ થી બપોરના એક વાગ્યા સુધી કથા યોજાશે તથા આ કથાનું દરરોજ બપોરે એક થી ચાર વાગ્યા સુધી ડી-લાઈવ પ્રસારણ સંસ્કાર ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે અને સાંદિપની યુટ્યુબ ચેનલ પર આ કથા લાઈવ નિહાળી શકશે સંપૂર્ણપણે કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાનાર કથામાં મર્યાદિત શ્રોતાઓ ઉપસ્થિત રહી શકશે અને શ્રધ્ધાળુઓ સંસ્કાર ચેનલ તથા સાંદિપની યુટ્યુબ ના માધ્યમથી કથા શ્રવણનો બહોળો લાભ લઈ શકશે આ ઉપરાંત તા. ૨૯-૧૧ તથા.૧-૧૨ અને તા.૩-૧૨ ના રોજ રાત્રે સંતવાણી ડાયરાના કાર્યક્રમો યોજાશે જેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી પરેશદાન ગઢવી દેવાયત ખવડ મેરામણ ગઢવી બીરજુ બારોટ સહિતના કલાકારો લોક સાહિત્ય હાસ્યરસ શૌર્ય રસ સહિતની સરવાણી થકી લોકો ને તરબોળ કરશે હાલ કથા ને લઈને તડામાર તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Previous article૧૯૭૧ના યુદ્ધમાં ભાવનગરના કાદરખાને પોતાના શરીરે બોમ્બ બાંધી ૬ પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો બોલાવી પોતે શહાદત વહોરી હતી
Next articleફુટબોલ : દમણ સામે ગુજરાતનો વિજય