ભાવનગરના બોર તળાવમાંથી યુવકની લાશ મળી આવી

52

ફાયરબ્રિગેડના જવાનોએ લાશ બહાર કાઢી ડી-ડીવીઝન પોલીસને સોંપી
ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર(બોરતળાવ) માથી એક યુવાનની લાશ બહાર કાઢી ડી-ડીવીઝન પોલીસના હવાલે કરતાં પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર આજે સવારે શહેરના ગૌરીશંકર સરોવર – બોરતળાવ માં એક પુરૂષની લાશ તરતી હોવાની માહિતી કોઈ વ્યક્તિ એ આપતાં ફાયરબ્રિગેડના જવાનો તથા ડી-ડીવીઝન પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જયાં તરવૈયાઓએ લાશ બહાર કાઢી પોલીસને સોંપી હતી.
પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક મફતનગરમાં રહેતો જેન્તીભાઈ હકાભાઈ બારૈયા ઉ.વ.35 હોવાનું ખુલ્યું હતું આ યુવાનના મોતનું ખરૂં કારણ જાણવા સાથે વધુ તપાસ માટે પોલીસે લાશને સરટી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી મૃતકના વાલી-વારસદારો ને જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી.