ડો.ભારતીબેન શિયાળ ઈલેક્ટ્રીક સ્કુટી પર સંસદમાં ગયા હતા

45

ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન ધીરુભાઈ શિયાળ આજે તેમના દિલ્હીના નિવાસસ્થાનેથી ઈલેક્ટ્રીક સ્કુટી પર લોકસભા જવા નીકળ્યા હતા. ડો. શિયાળે કહ્યું કે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રદુષણ મુક્ત ભારતનું આહ્વાન કર્યું છે, વડાપ્રધાનની સમિટથી જ મેં નક્કી કર્યું હતું કે માન.વડાપ્રધાનના કોલને સફળ બનાવવામાં સહકાર આપીશું, આજે પ્રદૂષણ સમગ્ર વિશ્વની સમસ્યા છે, પેટ્રોલ ડીઝલના વધતા વપરાશને કારણે કુદરતી સંસાધનોમાં ઘટાડો થઈ રહ્યો છે, જે આપણી આવનારી પેઢીઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે, તેથી આપણે કુદરતી સંસાધનોને બચાવવા પડશે. ડો. શિયાળે જનતાને સાયકલ અથવા ઈલેક્ટ્રીક વાહનોનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરી છે જેથી આપણે સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાનના આહ્વાનને સફળ બનાવી શકીએ.