યાત્રીને રોકડ, એટીએમ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોથી ભરેલી બેગ પરત મળી હતી

25

પુણે (મહારાષ્ટ્ર)ના રહેવાસી મહેન્દ્ર મારૂતી શિંદે જૂનાગઢથી તેમની પત્ની સાથે ટ્રેન નં.૧૯૨૧૮ (વેરાવળ-બાંદ્રા)માં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન જૂનાગઢથી રવાના થયા બાદ જૂનાગઢ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર તેની એક હેન્ડ બેગ પાછળ રહી ગઈ હોવાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક ફરજ પરના ટિકિટ ચેકિંગ સ્ટાફને જાણ કરી હતી, ત્યારબાદ ચેકિંગ સ્ટાફે જૂનાગઢ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ટિકિટ ચેકિંગ સ્ટાફને જાણ કરી હતી. માહિતી મળતાં આરપીએફ સ્ટાફ અને ટિકિટ ચેકિંગ સ્ટાફ શ્રી ચેતન દેવાણીને તપાસ દરમિયાન બેગ મળી આવી હતી. તપાસ કરતાં બેગ માં થી રૂ. ૬૫૦૦/-ની રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે એટીએમ કાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પેસેન્જર જૂનાગઢ સ્ટેશન પર પાછો ફર્યો ત્યારે તેને તેની બેગ સલામત મળી હતી. મુસાફરે શ્રી ચેતન દેવાણી, ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર-જૂનાગઢ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની પ્રશંસા કરી. તેમણે રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો અને રેલવે સેવા પ્રત્યે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.