સતત બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ સ્પર્ધા વિજેતા ક્ષિતીશ પુરોહિત

27

તાજેતરમાં અમદાવાદમાં રમાયેલી દ્વિતીય ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં કૃષ્ણનગર સંસ્કાર મંડળ સ્થિત બી.એન.વિરાણી રમત સંકુલના ક્ષિતીશ પુરોહિતે સિઝનની સતત બીજી સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ફરી એકવાર ગુજરાતમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી છે. ફાઇનલમાં ધૈર્યભરી સુંદર રમત રમી શ્રી પુરોહિતે ગાંધીધામના પ્રશાંત બૂચને ૩ વિરુદ્ધ ૦ સેટથી હરાવી ગોલ્ડ મેડલ તથા ચેમ્પયનશીપ ટ્રોફી જીતી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત તેઓએ અમદાવાદના બી એસ વાઘેલા સાથે રમી ડબલ્સ સ્પર્ધાનો રજત ચંદ્રક જીતી બેવડી સિદ્ધિ મેળવી હતી.