ક્રિભકોના અધ્યક્ષ ડૉ. ચંદ્રપાલસિંહને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ એશિયા પેસિફિક પ્રાદેશિક બોર્ડ(ICA)ના પ્રમુખની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવતા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી

31

સહકારી ક્ષેત્રના ઈતિહાસની પ્રથમ ગૌરવવંતી ક્ષણનાં સાક્ષી બનતું ભારત : દિલીપભાઈ સંઘાણી
દેશના સહકારી ચળવળના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ક્રિભકોના અધ્યક્ષ ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ એશિયા પેસિફિક પ્રાદેશિક બોર્ડ (ૈંઝ્રછ) ના પ્રમુખની ચૂંટણી જીતવા બદલ એન. સી. યુ. આઈ. તેમજ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા છે.

ચેરમેન સંઘાણીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં આયોજિત ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ એશિયા પેસિફિક પ્રાદેશિક બોર્ડ (ICA) ની જનરલ એસેમ્બલીમાં પ્રતિસ્પર્ધી જાપાનના ચિતોઝ અરાઈને હરાવીને ક્રિભકોના અધ્યક્ષ ડૉ. યાદવે પ્રથમ વખત આ પદ ભારતના નામે કર્યું છે. જેને ભારતવર્ષની સહકારી ચળવળના ઇતિહાસની પ્રથમ આનંદદાયક ઘટના ગણાવી શકાય વધુમાં દેશ ને ગૌરવ અપાવનારી આ ઘટના ના સાક્ષી બનવા બદલ શ્રી સંઘાણી એ રાજીપો વ્યક્ત કર્યો હતો. દેશના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ ગર્વની ક્ષણ છે, તેમ જણાવી દિલીપભાઈ સંઘાણીએ એન. સી. યુ. આઈ, ઈફકો, અને સહકાર પરિવાર વતી ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવને આ ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ઈફકોના એ. ડી. શ્રી યુ. એસ. અવસ્થી જી સહિત સહકારી નેતાઓએ યાદવજી ને અભિનંદનં પાઠવ્યા હતા.