ઘોઘા ખાતે જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડોમ તુટતા લોકોમાં અફરા તફરી મચી

131

ઈજાગ્રસ્તોને સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સર.ટી.હોસ્પિટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં
ભાવનગરના ઘોઘા ખાતે જૈન સમાજનો ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ડોમ તુટ્યો હતો. જેથી ભારે અફરા તફરી મચી હતી. જોકે, સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ભારે પવનને લઈ આ ડોમ તુટ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂકાઈ રહ્યો છે. ત્યારે ઘોઘામાં ભારે પવનને લઈ જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં ડોમ તુટ્યો હતો. જેથી નાસભાગ મચી હતી. ઘોઘા બંદરે નવખંડા પાર્શ્નાનાથ ભગવાનના સાનિધ્યમાં આચાર્ય ભગવંત પ્રબોધચદ્રસૂરિ મહારાજની નિશ્રામાં મનોરીબાઈ કંવરલાલજી વૈદ્ય ગામ ફ્લોદીના સહયોગથી 301 આરાધકો ઉપધાનતપની તપસ્યા આસ્થાપૂર્વક કરી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન ઘોઘા નવખંડા પાર્શ્વનાથ ભગવાનના મંદિર ખાતેથી તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી, જેમાં સાધુ, સાધ્વીજી ભગવંતો, તપસ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ તેમજ ગામે ગામથી આવેલા ભાવિકો જોડાયા હતા અને ઘોઘાના પોલીસ ગ્રાઉન્ડ ખાતે બનાવેલા ડોમમાં પહોંચ્યા હતા. જ્યાં ભારે પવન ફૂંકાતા ડોમની બહાર બનાવેલો ગેટ ધરાશાયી થયો હતો. જેને લઈ નાસભાગ મચી હતી. જોકે, સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.આ ઘટનામાં સામાન્ય ઇજા પોહચતાં નજીકના ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ભાવનગર સર.ટી.હોસ્પિટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, આ ઘટનાની જાણ ભાવનગર જૈન સમુદાયમાં થતાં જૈન સમાજના અગ્રણીઓે સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થવાથી હાશકારો અનુભવ્યો હતો.

Previous articleહોદ્દો સંભાળવા સાથે હરિ કુમાર માતાને પગે લાગ્યા
Next articleભાવનગરમાં ટ્યુશનમાં જઈ રહેલા વિદ્યાર્થીને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત