હોદ્દો સંભાળવા સાથે હરિ કુમાર માતાને પગે લાગ્યા

94

એડમિરલ આર હરિ કુમાર નૌકાદળના નવા વડા : દરિયાઈ સરહદોની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયાસો કરવાની નૈકાદળના નવા વડા હરિ કુમારની ખાતરી
નવી દિલ્હી, તા.૩૦
એડમિરલ આર હરિ કુમારે આજે નૌકાદળના નવા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. તેઓ એડમિરલ કર્મવીર સિંહનું સ્થાન લેશે. આ ખાસ અવસર પર તેણે માતાના આશીર્વાદ પણ લીધા હતા. પદભાર સંભાળ્યા બાદ એડમિરલ આર હરિ કુમારે કહ્યું કે તેઓ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. હરિ કુમારે તેમની માતા વિજય લક્ષ્મીના ચરણ સ્પર્શ કર્યા, આશીર્વાદ લીધા અને તેમને ગળે લગાડ્યા. આર હરિ કુમારે કહ્યું કે નૌકાદળના વડા તરીકે કાર્યભાર સંભાળવો મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ભારતીય નૌકાદળનું ધ્યાન આપણા રાષ્ટ્રીય દરિયાઈ હિતો અને પડકારો પર છે. એડમિરલ હરિ કુમારનો જન્મ ૧૯૬૨માં થયો હતો. તેઓ ૧૯૮૩માં નેવીમાં જોડાયા હતા. ૩૮ વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર, આઈએનએસવિરાટ, જેમાં યુદ્ધજહાજ આઈએનએસકોરા, નિશંક અને રણવીર સહિત કમાન્ડિંગ ઓફિસર (સીઓ) ના રેન્કનો સમાવેશ કર્યો છે. હરિ કુમારે નૌકાદળના પશ્ચિમી કમાન્ડના વોરફેર ફ્લીટના ફ્લીટ ઓપરેશન્સ ઓફિસર તરીકે સેવા આપી છે. સીએનસી, વેસ્ટર્ન કમાન્ડના પદ પહેલા, હરિ કુમાર દિલ્હીમાં સીડીએસ જનરલ બિપિન રાવત હેઠળ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (આઈડીએસ)ના ચીફ તરીકે કામ કરતા હતા. એડમિરલ આર હરિ કુમારને પરમ વિશિષ્ઠ, અતિ વિશેષ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ સિવાય તેઓ આઈએનએસવિરાટના કમાન્ડિંગ ઓફિસર રહી ચૂક્યા છે. તેણે યુદ્ધ જહાજ આઈએનએસકોરા, નિશંક અને રણવીરની કમાન સંભાળી છે. તેમણે વેસ્ટર્ન કમાન્ડના વોરફેર ફ્લીટમાં પણ સેવા આપી છે. આ સિવાય તેણે સીડીએસબિપિન રાવત સાથે પણ કામ કર્યું છે.