૭ ડિસેમ્બર ઝંડા દિવસઃ દેશની સેના પ્રત્યે સમ્માન પ્રકટ કરવાનો દિવસ

147

૭ ડિસેમ્બરે સશસ્ત્ર સેના ઝંડા દિવસ મનાવવામાં આવે છે.આજનો દિવસ દેશની રક્ષા કરતા અભૂતપુર્વ ત્યાગ અને બલીદાન આપનાર શહીદ સૈનિકોની યાદમાં મનાવવામાં આવે છે. દેશની સેના પ્રત્યે સમ્માન પ્રકટ કરવાના દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ એ સૈનિકો માટે એકજૂથ દેખાડવાનો દિવસ છે. ભારતે આઝાદી મેળવ્યા પછી તરત જ, સરકારને તેના સુરક્ષા કર્મચારીઓના કલ્યાણનું સંચાલન કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. ૨૮ ઓગષ્ટ, ૧૯૪૯ ના રોજ રક્ષામંત્રીની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી સમિતિએ ૭ ડિસેમ્બરે વાર્ષિક સશસ્ત્ર સેના ઝંડા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. સેનામાં રહીને જેમણે ન માત્ર બોર્ડરની રક્ષા કરી પરંતુ આતંકવાદી અને ઉગ્રવાદીથી મુકાબલો કરી શાંતિ સ્થાપિત કરવામાં પોતાનો જીવ આપ્યો.
સશસ્ત્ર ઝંડા દિવસ પર જાંબાજ સૈનિકો અને તેમના પરિવારજનો પ્રત્યે નાગરિક એક્તા પ્રદર્શિત કરવાનો દિવસ છે. માટે દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તેઓ સાત ડિસેમ્બરે સૈનિકોના સન્માન અને તેમના કલ્યાણમાં પોતાનું યોગદાન આપે. આ દિવસે ધ્વજનું એક સ્ટીકર આપીને પૈસા એકત્રિત કરવામાં આવે છે.. ધાટા લાલ અને વાદળી રંગના સ્ટીકરથી રાશિ નિર્ધારિત થાય છે. લોકો આ પૈસાને આપી સ્ટિકર ખરીદે છે અને તેને પીન વડે પોતાની છાતી પર લગાવે છે. આમ તેઓ શહીદ તે હતાહત થયેલા સૈનિકો પ્રત્યે સન્માન પ્રગટ કરે છે. જે પૈસા એકઠા થાય છે, તેને ઝંડા દિવસનાં કોષમાં જમા કરી દેવામાં આવે છે. આ રકમનો ઉપીયોગ યુદ્ધમા શહીદ થયેલા સૈનિકોના પરિવાર અથવા હતાહત થયેલ સૈનિકોના કલ્યાણ તથા પુનર્વાસમાં ખર્ચ કરવામા આવે છે. આ રકમ બોર્ડના માધ્યમથી ખર્ચ કરવામાં આવે છે.
-ડૉ સચિન જે પીઠડીયા માંગરોળ

Previous articleએજાઝ પટેલ હજુ પણ વતન ભરૂચની જ બોલી બોલે છે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે