ચાલો જાણીએ ઈશ્વરનો સ્વર

43

સાયન્સ કહે છે કે જે વસ્તુને અમે સ્પર્શી, જોઈ અથવાતો મેહસૂસ કરી શકીએ છીએ એનેજ અમે અસ્તિત્વ ધરાવે છે એવું માનીએ છીએ. તમારો આ બાબતે અભિપ્રાય શું છે??? કેટલાક લોકો ભગવાનમાં માને છે, તો કે ભાઈ ૧૦ એ ૮-૯ લોકો પોતાના ઇષ્ટ દેવ, દેવી કે ધર્મ ગુરુ પર શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ રાખે છે. બચ્યા ૧-૨% લોકો કે જેમને કંઇક જુદીજ ગ્રંથિ મગજમાં છે. સૌ પ્રથમ તો એ જ વાત કે ભગવાનને મેં કે તમે કે આપણા પૂર્વજોએ નથી જ જોયા, તો તમે કહેશો કે તો ભગવાનની સાબીતી ???
હકીકતમાં કહીએ તો પ્રત્યેક્ષ ભગવાન છે જ નહિ પણ સૃષ્ટિના કણ કણમાં એમનો વાસ રહેલો છે. પૂજ્ય બાપુ કહે છે કે જેમ હવા આખી સૃષ્ટિમાં જ ફેલાયેલી છે પરંતુ ટાયરમાં જ્યારે પંચર પડે તો તેના મજૂર પાસે જ જાવ ત્યારે રિપેર થાય એવી જ રીતે ઈશ્વર પણ આખા જગતમાં છે પરંતુ તેના પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ માટેનું સ્થળ છે એને મંદિર, મસ્જિદ અને ધાર્મિક દેવાલયોનું નામ આપવામાં આવ્યું છે. પ્રભુ પ્રત્યે શ્રદ્ધાનું શ્રેષ્ઠ ઉદાહરણ માટે મુસ્લિમ સમાજને ૧૦૦૦ વાર વંદન નમાઝ અદા કરવાના સમયે રાત હોય કે દિવસ, ગમે ત્યાં હોય, ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ નમાઝ નો ટાઇમ નહિ ચૂકવાનો એટલે નહીં જ, અરે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં મેં ડોક્ટર ટટટટને નરી આંખે જોયેલા છે કે ડ્યુટી પર ફરજ સાથે ખુદને બંદગી આપતા આસન ના મળે તો નાનો સરખો રૂમાલ લઈને નમાઝ પઢી લે છે. ઈશ્વર પ્રત્યે વધારે તો ડીબેટ નથી કરવી પણ એ તો સત્ય જ છે ગમે ત્યાં પણ ઈશ્વર પોતાની સાક્ષી પૂરે છે ખરી બાકી દુનિયાના કયા વૈજ્ઞાનિકમાં સાંજે આથમેલા સૂર્યનો બીજા દિવસે ઉદય કરી બતાવે અથવા તો મન થાય ત્યારે ઠંડી, ગરમી કે વરસાદનો એહસાસ કરાવે. છેલ્લે સાવ ગળે ઉતરે એવી વાત ચાલો માની પણ લઈએ કે ઈશ્વર નથી પણ એ વાત તો બધાજ માનો છોને કે ઈશ્વરની હાજરી બધે ના થઈ શકે એટલે એને માનું સર્જન કર્યું, ઊંધા કે સીધા કાન પકડો પણ તમારે માનવો તો પડશેજ કે ઈશ્વર છે અને એનો સ્વર પણ છે જ હવે આપણે કાન સાફ કરવાના છે.
ભાવિક બી જાટકીયા
સુરત – ૮૪૬૦૮૮૫૯૫૪