ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ્સમાં પસંદ પામેલી ફિલ્મ ’21મું ટિફિન’ આવતીકાલથી સિનેમાઘરોમાં રિલીઝ થશે

34

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ્સમાં આ વર્ષે પસંદગી પામેલી આ એક માત્ર ગુજરાતી ફિલ્મ
ભાવનગર કનેક્શન વાળી ગુજરાતી ફિલ્મ 21મું ટિફિન આવતીકાલે શુક્રવારથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડીયામાં ચમકનારી આ ફિલ્મ હવે ગુજરાતમાં આવી રહી છે. ફિલ્મના ટ્રેઈલરમાં પણ ભાવનગર કનેક્શન જોવા મળ્યું હતું. ફિલ્મ 21 મું ટિફિનની વાર્તા અને ફિલ્મ સાથે જોડાયેલા લોકોનું ભાવનગર સાથે સીધું કનેક્શન છે. ટ્રેઈલરમાં હીરો ધ્રુવ ભાવનગરથી આવે છે તેવું જોવા મળે છે, એનું વતન ભાવનગર છે. ટિફિન સર્વિસ કરતી સ્ત્રીનું મોસાળ ભાવનગર છે. ફિલ્મના ટ્રેઈલરમાં પણ આ સંવાદો અને ભાવનગરની વાતો સાંભળવા મળે છે. ફિલ્મ જેમણે લખી છે એ લેખક રામ મોરી પોતે ભાવનગરના છે. ભાવનગર શહેરમાં એમનો ઉછેર અને ભણતર થયું છે. ફિલ્મની નિર્માત્રી ટ્વિંકલ વિજયગીરી બાવાનું વતન ભાવનગર છે. એટલે પરોક્ષરીતે આખી ફિલ્મમાં ભાવનગરની સુગંધ મહેકી રહી છે. ટ્રેઈલર જોતાં જ સમજાય છે કે આ એક સુંદર પારિવારીક ફિલ્મ છે. ઘરની સ્ત્રીઓને આ ફિલ્મ બતાવવી જોઈએ. પુરુષો તરફથી પોતાના ઘરની સ્ત્રીઓને આ ફિલ્મ બતાવવામાં આવે તો એ આ સમયની સૌથી મોટી ભેટ હશે. કારણ કે ફિલ્મ ‘21મું ટિફિન’ સંબંધોની કદર કરવાની વાત કરે છે.
ડિરેક્ટર વિજયગીરી બાવાની આ ત્રીજી ફિલ્મ છે જે આગામી 10 ડિસેમ્બર 2021 ના રોજ સમગ્ર ગુજરાતના અને મુંબઈના થિએટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મજાની વાત તો એ છે કે આ ફિલ્મ રિલીઝ થયા પહેલાં જ દેશ વિદેશના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દર્શકો અને ફિલ્મ ક્રીટીક્સના ભરપૂર વખાણ મેળવી ચૂકી છે. આ ગુજરાતી ફિલ્મે ગુજરાતીઓને ભારે ગૌરવ અપાવ્યું છે.
નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘21મું ટિફિન’અગાઉ WRPN WOMEN’S INTERNATIONAL FILM FESTIVALમાં આઉટસ્ટેન્ડિંગ એક્સેલન્સ કેટેગરીમાં વિજેતા થઈ છે. આ ઉપરાંત TORONTO INTERNATIONAL WOMEN FILM FESTIVALમાં પસંદગી પામી અને સફળતાપૂર્વક સ્ક્રીનીંગ થયું છે. International Film Festival of India ( IFFI)માં આ વર્ષે પસંદગી પામેલી આ એક માત્ર ગુજરાતી ફિલ્મ છે. ગોવા ખાતે યોજાયેલા 52માં IFFI સમારોહમાં ગુજરાતી ફિલ્મ 21મું ટિફિનનું સ્ક્રીનીંગ થયું હતું. આ ઉપરાંત ICFT-UNESCO દ્વારા દેશભરમાંથી 9 ફિલ્મો ગાંધી મેડલ માટે સ્પર્ધામાં નક્કી થઈ એ નવ ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મ 21મું ટિફિન માનભેર સમાવાઈ હતી. એટલું જ નહીં 16th Tasveer South Asian Film Festival 2021માં પણ ગુજરાતી ફિલ્મ ‘21મું ટિફિન’ પસંદગી પામી હતી. પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા નિર્મિત આ ફિલ્મમાં નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં મેહુલ સુરતીનું સંગીત છે અને પાર્થ તારપરા લિખિત ગીતને સ્વર આપ્યો છે. ભારતીય સિનેમાના જાણીતા પ્લેબેક સિંગર મહાલક્ષ્મી ઐયરેના ગીત ધૂમ મચાવી રહ્યું છે. ગીતના શબ્દો, મહાલક્ષ્મી ઐયરનો કંઠ અને મેહુલ સુરતીનું સંગીત રાહ જુએ શણગાર અધૂરો. ગુજરાતીઓને જીભે ચડ્યું છે. લેખક રામ મોરી અને દિર્ગ્દર્શક વિજયગીરી બાવા તેમજ સંગીતગાર મેહુલ સૂરતીનો આ તીડી પ્રોજેક્ટ છે. સહિયારો ત્રીજો પ્રોજેક્ટ. મહોતુ, મોન્ટુની બીટ્ટુ અને હવે 21મુ ટિફિન. આ હેટ્રીક પણ ગુજરાતી સિનેમારસીકોને મજા કરાવશે એવું લાગી રહ્યું છે.