નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા બે મિનીટનું મૌન પાળી ભારતના વીર યોદ્ધા CDS જનરલ બીપીન રાવતને શ્રદ્ધાંજલિ અર્પી

35

ભારતના વીર યોદ્ધા CDS જનરલ બીપીન રાવતને શ્રદ્ધાંજલિ આપતી નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર ની વિધાર્થીનીઓ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આજે ભારતના વીર સપૂત અને ભારતના ત્રણે પાંખના વડા CDS જનરલ બીપીન રાવતનું આકસ્મિક નિધન થતા નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આજે કોલેજની વિધાર્થીનીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી ભારતના તામીલનાડુના કુન્નુર વિસ્તાર ઉપર હેલીકોપ્ટર ક્રેશ થતા સૈન્યના ઉચ્ચ અધિકારી સાથે ભારતના CDS જનરલ બીપીન રાવતનું અવસાન થતા તેમના આત્માની શાંતિ અર્થે કોલેજની વિધાર્થીનીઓ તથા નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના સમગ્ર પરિવાર દ્વારા બે મિનીટનું મૌન પાળી તેમણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.