તળાજા તાલુકામાં આહિર સમાજ દ્વારા કન્યાદાન સાથે રક્તદાન ના શુભ સંકલ્પ સાથે સમુહલગ્ન સમારોહ સંપન્ન

67

ભારતના ચીફ ડિફેન્સ ઓફિસર બિપિન રાવત સહીત દુર્ઘટનામાં અવસાન પામેલ સંરક્ષણ અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળ્યું
આહિર સમાજ દ્વારા તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર-2 મુકામે સમુહલગ્ન સમારોહ યોજાઈ ગયો જેમાં 56 યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા. આ સમુહલગ્નમાં કન્યાદાન સાથે રક્તદાન ના શુભ સંકલ્પ સાથે થેલેસેમિયાગ્રસ્ત બાળકો ના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો,જેમાં 103 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સમુહલગ્ન માં આહિર સમાજના નવા નિમાયેલ જ્ઞાતિ પટેલ મહેશભાઈ ગેમાભાઈ ખમળ મુ. કરદેજ ને જ્ઞાતિ પટેલ ની પદવી પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા તથા સમુહલગ્નના દાતાઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કોરોના માં અવસાન પામેલ જ્ઞાતિજનો તથા ભારતના ચીફ ડિફેન્સ ઓફિસર બિપિન રાવત સહીત દુર્ઘટનામાં અવસાન પામેલ સંરક્ષણ અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, આહિર સમાજની દીકરીઓ દ્વારા ધારદાર વક્તવ્યો તથા સ્વાગત તથા અભિનય ગીત રજુ કરવામાં આવ્યા હતા. આ સમુહલગ્ન સમારોહમાં પરમ પૂજ્ય રવુબાપુ, બલરામદાસ બાપુ તેમજ રામભાઈ સાંગા (પ્રમુખ ભાવનગર જિલ્લા આહિર સમાજ), પેથાભાઈ આહિર (ડિરેક્ટર GIDC), ભરતભાઈ ડાંગર (માજી મેયર બરોડા), રઘુભાઈ હુંબલ (પ્રદેશમંત્રીBJP), મહેશભાઈ ખમળ (જ્ઞાતિ પટેલ), પેથાભાઈ ડાંગર (પ્રમુખ તાલુકા પંચાયત ભાવનગર), વશરામભાઈ ચાવડા, નારૂભાઇ ખમળ, મેરાભાઈ કુવાડિયા, ભીમજીભાઈ ડાંગર સહીતના આહિર સમાજના આગેવાનોએ તેમજ દાતાઓ, આગેવાનો, વડીલો એ હાજરી આપી હતી. સમુહલગ્ન માં તન, મન અને ધન થી સહકાર આપનાર તમામ જ્ઞાતિજનો નો સમુહલગ્ન સમિતિ આભાર પ્રગટ કરે છે. સમગ્ર સમુહલગ્ન ને સફળ બનાવવા ભદ્રાવળ નંબર- 1,2,3 તથા ટીમાણા, બાબરિયાત, પાણીયાળા, માઇધાર,ભાલર,ભુતિયા, માંડવાળીના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી,