મહેન્દ્ર સિંહ ધોની અને મારી દોસ્તી ખૂબ મજબૂત : બ્રાવો

13

નવી દિલ્હી, તા.૧૦
વેસ્ટ ઈન્ડિઝ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવોએ હાલમાં જ જણાવ્યું હતું કે કેપ્ટન એમએસ ધોનીએ વ્યક્તિગત રીતે તેની કારકિર્દીમાં મદદ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી, અને તે બંને ઇન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી CSK માં એક સારો અનુભવ ધરાવે છે. બ્રાવોએ ધોની પ્રત્યેનો તેનો આદર IPL ફ્રેન્ચાઇઝી CSK અને તેના આગામી ફેશન લેબલ Djb47 પર વ્યક્ત કર્યો હતો. CSKએ ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ પહેલા રવિન્દ્ર જાડેજા, ધોની, ઋતુરાજ ગાયકવાડ અને મોઈન અલીને રીટેન કર્યા હતા. બ્રાવોએ પણ પુષ્ટિ કરી હતી કે તે મેગા ઓક્શનમાં ભાગ લેશે. બ્રાવોએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મને સીએસકે દ્વારા રીટેન કરવામાં નથી આવ્યો, પરંતુ હું મેગા ઓક્શનમાં ભાગ લઈશ. મને તે તો ખ્યાલ નથી કે હું કઈ ટીમ સાથે જોડાઇશ. મને તે પણ ખ્યાલ નથી કે સીએસકે મને ફરી પસંદ કરશ કે નહીં કે પછી ઓક્શનમાં કોઇ અન્ય ટીમ દ્વારા મને પસંદ કરવામાં આવશે. બ્રાવોએ આગળ જણાવ્યું કે, સૌ જાણે છે કે હું અને ધોની એકબીજાને ભાઇઓ માનીએ છીએ. અમારી દોસ્તી ઘણી મજબૂત બની છે. તે આ ગેમમાં ગ્લોબલ એમ્બેસેડર છે અને તેમણે મને મારા કરિયરમાં અંગત રીતે પણ ઘણી મદદ કરી છે. અમારી બંને પાસે સીએસકેમાં એક વારસો છે અને અમે તે ફ્રેન્ચાઇઝીને એક પ્રભાવશાળી ફ્રેન્ચાઇઝી બનાવવામાં મદદ કરી છે અને તે ઐતિહાસિક રહેશે. અમારી દોસ્તી સૌથી ગાઢ છે અને કોઇ પણ અન્ય વસ્તુ કરતા તે સૌથી મહત્વનું છે. બ્રાવોએ એમ પણ કહ્યું કે, ્‌-૧૦ કદાચ એવું ફોર્મેટ છે જે ક્રિકેટને ઓલિમ્પિક રમત બનવામાં મદદ કરી શકે છે. બ્રાવો જણાવે છે કે, દરેક ક્રિકેટરનું સપનું છે આ ગેમને ઓલમ્પિક્સમાં જોવાનું. ્‌-૧૦ કદાચ એવું ફોર્મેટ છે જે ઓલમ્પિક સુધી જઇ શકે છે અને કોઇ જાણતું નથી પરંતુ આવું બની શકે છે. આશા છે કે, જલદી જ ક્રિકેટ પણ એક ઓલમ્પિક ગેમ બનશે.