સીડીએસ બિપિન રાવત પંચતત્વમાં વિલિન થયા

97

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની અંતિમ યાત્રામાં મહેરામણ ઉમટ્યું : રાષ્ટ્રીય સન્માન પૂર્વક ૧૭ તોપોની સલામી સાથે બિપિન રાવતને અંતિમ વિદાય અપાઈ, પુત્રીઓએ તેમને અને તેમનાં પત્નીને મુખાગ્નિ આપ્યો
નવી દિલ્હી, તા.૧૦
૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ લશ્કરી સમ્માન સાથે સ્વ. રાવતને ૧૭ તોપોની સલામી સાથે અંતિમ વિદાય આપી હતી. રાવત તેમજ તેમના પત્નીને તેમની બે દીકરીઓ કૃતિકા અને તારિણીએ મુખાગ્નિ અર્પણ કર્યો હતો. સ્વર્ગસ્થની આજે દિલ્હીના માર્ગો પર અંતિમ યાત્રા નીકળી તે વખતે પણ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને તેમને સલામી આપી હતી. રાવત અને તેમના પત્ની સાથે અન્ય ૧૨ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયા હતા. તમામ મૃતકોના પાર્થિવ દેહને ગઈકાલે દિલ્હી લાવવામાં આવ્યા હતા. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે અંતિમ સંસ્કારમાં પણ અનેક નેતાઓ, મંત્રીઓ અને ટોચના લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. દિલ્હી કેન્ટોન્મેન્ટમાં આવેલા બ્રાર સ્કવેર સ્મશાનગૃહમાં રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર કરાયા હતા. સેનાની ત્રણેય પાંખના વડાએ પણ સ્મશાન ગૃહમાં હાજર રહીને સ્વ. રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત પણ રાવતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, યુપીના સીએમ આદિત્યનાથ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણાંમંત્રી નિર્મલા સિતારમણ, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયાએ પણ રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પાર્થિવ શરીરને અર્થી ઉઠાવીને ચિતા પર રાખવામાં આવ્યા બાદ સીડીએસ જનરલ રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિણી મળીને પોતાના માતા-પિતાને રિત રિવાજ સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.

અહીં સીડીએસ જનરલ બિપિન રાવતની બંને પુત્રીઓએ રીત રિવાજ સાથે અંતિમ સંસ્કાર કર્યા. મોટી પુત્રીએ મુખાગ્નિ આપ્યો હતો. સીડીએસને તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન ૮૦૦ જવાન હાજર રહ્યા.

ફ્રાંસે પણ જનરલ રાવતના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. ભારતમાં તૈનાત ફ્રાંસના રાજદૂત ઇમૈનુએલ લેનિને કહ્યું, જનરલ બિપિન રાવત એક મહાન સૈન્ય, દ્રઢ સંકલ્પિત અને ફ્રાંસના મહાન મિત્ર હતા. તેમને હકિકતમાં પ્રેમથી યાદ કરવામાં આવશે.સીડીએસ જનરલ રાવત સહિત ૧૩ સેનાધિકારીઓના આકસ્મિક નિધન પર બ્રિટને શોક વ્યક્ત કર્યો છે. ભારતમાં તૈનાત બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે કહ્યું કે જનરલ રાવત જેવા એક મહાન નેતા, એક સૈનિક અને એક સારી વ્યક્તિ ગુમાવવા ભારત માટે દુખદ છે. રાજદૂતે કહ્યું કે જનરલ રાવત એવી વ્યક્તિ હતી, જેમણે રક્ષાના ક્ષેત્રમાં યૂકે અને ભારત વચ્ચે સંબંધો સારા બનાવવામાં મોટું યોગદાન આપ્યું. બંને દેશો માટે આ મોટું નુકસાન છે. શહીદ સીડીએસ જનરલ બિપિન રાવતનો પાર્થિવ શરીર દિલ્હીના કેંટના બ્રાર સ્કાયર સ્થિત સ્મશાન ઘાટ જવા માટે નિકળ્યો ત્યારે અંતિમ યાત્રામાં લોકો ભારત માતા કી જય, વંદે માતરમ અને જનરલ બિપિન રાવત અમર રહેના નારા લગાવ્યા હતા. રાજકીય સન્માન સાથે શહીદ સીડીએસ જનરલ બિપિન રાવતની અંતિમ વિદાય થઇ હતી. બરાર સ્ક્વાયરમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના પાર્થિવ શરીરને દેશની મોટી વ્યક્તિઓ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રક્ષામંત્રી રાજનાથ સિંહ કેંદ્રીય મંત્રી કિરેન રિજિજૂ, જનરલ વીકે સિંહે જનરલ રાવતને પુષ્પ ચક્ર અર્પણ કર્યું હતું. વિભિન્ન દેશોના સૈન્ય અધિકારીઓ અને રાજદૂતોએ પાર્થિવ શરીર પર પુષ્પચક્ર અપ્રિત કરી પોતાની શ્રદ્ધાંજલિ આપી.

ભારતના પ્રથામ સીડીએસ જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને બાંગ્લાદેશના સૈન્ય કમાંન્ડર પણ બરાર સ્ક્વાયરમાં હાજર હતા. તેમાં શ્રીલંકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ શૈવેન્દ્ર સિલ્વા, પૂર્વ સીડીએસ એડમિરલ રવીંદ્ર ચંદ્રસિરી વિજેગુનારત્ને (નિવૃત), ભૂટાનની રોયલ આર્મીના ડેપ્યુટી ચીફ ઓપરેશન્સ બ્રિગેડિયર દોરજી રિનચેમ, નેપાળી સેનાના ચીફ લેફ્ટિનેંટ જનરલ બાલ કૃષ્ણ કાર્કી અને બાંગ્લાદેશની સેનાના પ્રિંસિપાલ સ્ટાફ ઓફિસર લેફ્ટિનેંટ જનરલ વેકર-ઉજ-જમાન સામેલ હતા. આ પહેલાં જનરલ બિપિન રાવતના પાર્થિવ શરીરને બેસ હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો છે. અહીં સીજેઆઇ એનવી રમન્ના, ત્રણેય સેનાના પ્રમુખ, કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. સીડીએસ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિનીએ પોતાના માતા- પિતાને શ્રદ્ધાંજલિ આપી. સીડીએસ બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ ૧૩ લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવી છે. જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને આજે બેસ હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાને લઈ જવાયો હતો જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક વીવીઆઈપી અને અન્ય લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર એમઆઈ-૧૭ વી૫ તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સેનાના અનેક અધિકારીઓ સહિત ૧૩ લોકોના મોત થયા હતા. સીડીએસ બિપિન રાવત હેલિકોપ્ટરથી તમિલનાડુના વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ અકસ્માતમાંથી માત્ર એક ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ જીવિત બચ્યા છે અને હાલ સારવાર હેઠળ છે. દેશ સતત તેમની સલામતીની દુઆ માગે છે. જનરલ બિપિન રાવત સહિત અકસ્માતનો ભોગ બનેલા લોકોને દેશ ભીની આંખે યાદ કરી રહ્યો છે. જનતા પોતાના યોદ્ધાને અભૂતપૂર્વ વિદાય આપી છે. રસ્તાની બંને બાજુ લોકો ઊભા છે અને નારા લગાવી રહ્યા હતા. સીડીએસ જનરલ બિપિન રાવતની અંતિમ યાત્રામાં લોકો ભારત માતા કી જય, વંદે માતરમ, અને જનરલ બિપિન રાવત અમર રહેના નારા લગાવી રહ્યા હતા. રાજકીય સન્માન સાથે શહીદ સીડીએસ જનરલ બિપિન રાવતને અંતિમ વિદાય અપાઈ હતી. સીડીએસ બિપિન રાવતના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર દિલ્હી કેન્ટોન્મેન્ટના બ્રાર સ્ક્વેર સ્મશાન ઘાટ પર તેમના કરાયા. તેમને ૧૭ તોપની સલામી આપવામાં આવી. અંતિમ સંસ્કાર સમયે ત્રણેય સેનાના બ્યુગલ વાગ્યા. સૈન્ય બેન્ડે શોક ગીત વગાડ્યું. અંતિમ સંસ્કાર વખતે ૮૦૦ જવાન હાજર રહ્યા. અંતિમ યાત્રાને ૯૯ સૈન્ય કર્મી એસ્કોર્ટ કરી. સેનાના બેન્ડના ૩૩ કર્મી આખરી વિદાય આપી. આ બધા વચ્ચે ભારતીય વાયુસેનાના અધિકૃત ટિ્‌વટર હેન્ડલથી ટ્‌વીટ કરવામાં આવી કે આઈએએફે ૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ઘટેલી દુઃખદ હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણોની તપાસ માટે એક ટ્રાઈ સર્વિસ કોર્ટ ઓફ ઈન્ક્‌વાયરી બનાવી છે. તપાસ ઝડપથી પૂરી કરી લેવાશે અને તથ્યોને સામે આવવામાં આવશે. ત્યાં સુધી શહીદોની ગરીમાનું સન્માન કરતા પાયાવિહોણી અટકળોથી બચો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં કોરોના વાયરસના ૮૫૦૩ નવા કેસ નોંધાયા