ભાવનગરમાં ઘોડાના વિવિધ ચિત્રોનું બે દિવસીય પ્રદર્શનનો પ્રારંભ, 90 કલાકારોએ 101 પેઈન્ટિંગ પ્રદર્શનમાં ખુલ્લા મુક્યાં

88

અમદાવાદ, વડોદરા, જામનગર અને ભાવનગર શહેરોમાંથી ચિત્રકારોએ ભાગ લીધો
ભાવનગરના સરદારનગર ઓડિટોરિયમ હોલ ખાતે હોર્સ ડે નિમિત્તે કલાસંઘ દ્વારા બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરાયું છે. જેનો આજથી પ્રારંભ થયો હતો. કલાસંઘ વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમો હંમેશા કરતું રહે છે ત્યારે નેશનલ હોર્સ ડે નિમિત્તે ઘોડાના વિવિધ ફોર્મ તેમજ ચિત્રપ્રયોગો આધારિત 100થી વધુ કૃતિઓનું એક અનોખું પ્રદર્શન સૌપ્રથમ વખત ભાવનગરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને તા.11-12 ડિસેમ્બરના રોજ ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર ભાવનગર ખાતે ખૂલ્લુ મુકવામાં આવ્યું છે. જેનું ઉદ્ધઘાટન નયન બાબુ ભાલાણી તથા ડો. ઉષાબેન પાઠક, વરિષ્ઠ ચિત્રકાર તેમજ બીપીનભાઈ દવે વરિષ્ઠ ચિત્રકારના વરદ હસ્તે કરાયું હતું.
આ ચિત્ર પ્રદર્શનમાં 90 કલાકારો દ્વારા 101 ઘોડાના પેઈન્ટિંગ મુકવામાં આવ્યાં છે, આ પ્રદર્શનમાં ગુજરાતના અમદાવાદ, જામનગર, રાજકોટ તથા ભાવનગર ચાર જિલ્લાના ચિત્રકારોએ ભાગ લીધો છે. 8 વર્ષથી લઈ 64 વર્ષ સુધીના કલાકારો દ્વારા વિવિધ પેઇન્ટિંગો મુકવામાં આવ્યા છે, જેમાં ઓઇલ પેઇન્ડિંગ, વુડ પેઇન્ડિંગ, એક્રેલીક, સોફ્ટ સહિતના ઘોડાઓના ચિત્રો મુકવામાં આવ્યાં છે. ચિત્રકાર હીમા પંચાલે જણાવ્યું હતું કે, હું બોટાદ જિલ્લામાંથી આવું છે ભાવનગર કલા સંઘ દ્વારા આજે નેશનલ હોર્સ ડે નિમિત્તે ખાસ ઘોડાઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ચિત્રને બનાવતા 15 દિવસ જેટલો સમય લાગ્યો છે. ત્યારે બે દિવસ સુધી અમારા ચિત્રોનું પ્રદર્શન થશે. માનસી સોની અને પ્રિયાંશી સોની બંને બેહનો અમદાવાદથી આવે છે અને બંને બેહનો ડિપ્લોમાં આર્ટ ફાઇનમાં અભ્યાસ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, આજે ભાવનગર કલાસંઘ દ્વારા નેશનલ હોર્સ ડે નિમિત્તે ઘોડાઓના ચિત્રનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને અમે પહેલી વખત ભાગ લીધો છે. ત્યારે આ પ્રદર્શનમાં ભાગ લઈ અમે ઘણા ખુશ થયા છીએ, તો ભાવનગરની કલા પ્રેમી જનતા અમારા ચિત્રોનું પ્રદર્શન નિહાળી કલાકારોને પ્રોત્સાહિત કરે તેવો આગ્રહ તેઓએ કર્યો હતો.