જનરલ બિપિન રાવત સહિતના શહીદોને વલ્લભીપુરમાં અપાઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ

34

ભાવનગર ભાજપજિલ્લા યુવા મોરચનું સલામી લાયક આયોજન
વલ્લભીપુર: તાજેતરમાં તમિલનાડુ ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં સેનાની ત્રણેય પાંખના અધ્યક્ષ બિપિન રાવત તેમના પત્ની અને 12 સેનાના જવાનો શહીદ થયા હતા. આ ઘટનાથી રાષ્ટ્રવ્યાપી શોક છવાયો હતો. દેશભરમાં વિરગતિને વરેલા જવાનો માટે શોકસભા, પ્રાર્થના સભાઓ યોજાઈ હતી.

ત્યારે વલ્લભીપુરમાં પણ દેશના સપૂતોને વિરાન્જલી આપવામાં આવી હત. ભાવનગર જિલ્લા યુવા મોરચા દ્રારા શનિવારે ગૌધુલી ટાણે વલભીપુર જકાતનાકાથી ટાવર ચોક સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલભીપુર શહેર અને તાલુકા ભાજપા દ્વારા કરવામા આવેલા આયોજનમાં રાષ્ટ્રપ્રેમી શહેરીજનો ભારે હૈયે જોડાયા હતા. રેલીના સમાપન સમયે બે મિનિટનું મૌન પાળીને તમામ શહીદોને અશ્રુભરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શહાદતના આ શોકમય છતાં શહીદો માટે ગૌરવ લેવાના આયોજનમાં વલ્લભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ, વલભીપુર પાલિકા પ્રમુખના પ્રતિનિધિ કિશોરભાઈ પરમાર સહિત પાલિકાના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર