મેઘાણી સર્કલ પાસે ફ્લેટમાંથી ચોરેલા દાગીના, રોકડની થેલી લઇ ફરતા સદામને ઝડપી લેતી એલસીબી પોલીસ

44

બારેક દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : રૂા.૨૮ હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં સુભાષનગર,સ્મશાન પાસે આવતાં હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદિયાને બાતમીરાહે હકિકત મળી આવેલ કે, અગાઉ ચોરીનાં ગુન્હામાં પકડાય ગયેલ સદ્દામ સત્તારભાઇ શાહ રહે.જનતાનગર, શિશુવિહાર સર્કલ પાસે, ભાવનગરવાળો રોકડ રૂપિયા તથા ચાંદીનાં દાગીના ભરેલ થેલી લઇને સુભાષનગર ચોકથી આડોડિયાવાસ તરફ આવે છે. જે રોકડ રૂપિયા તથા ચાંદીનાં દાગીના તેણે ચોરી કરેલ હોવાની શંકા છે.જેથી ઉપરોકત જગ્યાએ વોચમાં રહેતાં સદ્દામ સ/ઓ સત્તારભાઇ બચુભાઇ શાહ/ઘાંચી મુસ્લીમ ઉ.વ.૨૦ ધંધો-રી.ડ્રા. રહે.પપ્પુભાઇનાં મકાનમાં, જનતાનગર, શિશુવિહાર સર્કલ પાસે,ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેની પાસેથી મળી આવેલ કોફિ કલરની ફુલડાની વેલની ડિઝાઇનવાળી થેલીમાં અલગ-અલગ પર્સમાંથી (૧) સોનાનો ગીલેટ ચડાવેલ ચાંદીનો ચેપાનાં આકારનો બાજુબંધ (૨) ચાંદીનાં અમદાવાદી ડિઝાઇનનાં છડા જોડ-૧ (૩) ચાંદીનાં અમદાવાદી ડિઝાઇનનાં છડા જોડ-૧ તથા રોકડ રૂપિયા, મોબાઇલ ફોન-૦૩ તથા પરચુરણ રૂપિયા મળી આવેલ.જે પોતાની પાસે રાખવા બાબતે તેની પાસે આધાર કે બિલ માંગતાં નહિ હોવાનું જણાવી ફર્યુ ફર્યું બોલતો હોય.જે તમામ વસ્તુઓ તેણે ચોરીથી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જેથી આ તમામ કુલ રૂ.૨૮,૧૪૯/-નોતમામ મુદ્દામાલ શંકાસ્પદ ગણી તપાસ અર્થે કબ્જે કરી તેને હસ્તગત કરવામાં આવેલ. આ મજકુર ઇસમની પુછપરછ કરતાં આજથી આશરે બારેક દિવસ પહેલાં તેણે તેનાં મિત્રએ બતાવેલ મેઘાણીસર્કલ પાસે આવેલ ફલેટવાળી જગ્યામાં ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે ઇસમને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.