ભાવનગર જિલ્લાના ઝાંપે તંત્રનો પહેરો !

40

સમગ્ર રાજ્યમાં વધતાં જતાં કોરોના ના સંક્રમણને લઈને સરકાર-તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે સરકારના આદેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તકેદારીના વિશેષ પગલાં લેવામાં આવી રહ્યાં છે જે અંતર્ગત ભાવનગર સહિત ચાર થી પાંચ જિલ્લા નું પ્રવેશદ્વાર ગણાતા ભાલ પંથકમાં આવેલ અધેલાઈ ચેકપોસ્ટ પાસે ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ચેકપોસ્ટ ખાતે અમદાવાદ વડોદરા સુરત મુંબઈ સહિત પરપ્રાંત માથી આવતા નાનાં મોટાં તમામ વાહનોમાં મુસાફરી કરતાં લોકો ના રેપિડટેસ્ટ સાથે કોવિડ વેક્સિનેશન સર્ટીની ચકાસણી શરૂ કરવામાં આવી છે અને સસ્પેકટેડ કેસોને અલગ તારવી ખાસ આરોગ્યલક્ષી ચકાસણી હાથ ધરી છે.