રોહિતર ODI-ટી-૨૦ કેપ્ટન બનતા વધારે પગાર મેળવશે?

15

નવી દિલ્હી, તા.૧૧
ભારતીય ક્રિકેટ ટીમ આગામી દિવસોમાં ૩ ટેસ્ટ મેચ અને ૩ મેચનીર્ ODI શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. પસંદગીકારોએ રોહિત શર્માને આગામી સાઉથ આફ્રિકા પ્રવાસ માટે વનડે કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. આ સ્થિતિમાં ઘણા ચાહકોના મનમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું રોહિત શર્માને વિરાટ કોહલી કરતા વધારે પગાર મળશે. ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓ BCCIના એ ગ્રેડના ક્રિકેટરો છે. આ ક્રિકેટરોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને ૭ કરોડ રૂપિયા પગાર મળે છે. આ ઉપરાત એ, બી, સી કેટેગરી પ્રમાણે બીસીસીઆઈ દ્વારા ક્રમશઃ ૫ કરોડ, ૩ કરોડ અને ૧ કરોડ રૂપિયા પગાર મળે છે. અજિંક્ય રહાણે,ચેતેશ્વર પૂજારા, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, કેએલ રાહુલ, મોહમ્મદ શમી,રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિશભ પંત, શિખર ધવનનો એ ગ્રેડ હેઠળ સમાવેશ થાય છે. આ એ ગ્રેડ હેઠળ આવતા ખેલાડીઓને વાર્ષિક રૂ. ૫ કરોડ પગાર આપવામાં આવે છે. ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, શાર્દુલ ઠાકુર,ઉમેશ યાદવ,રીધ્ધીમાન સાહાનો કોન્ટ્રાક્ટના બી ગ્રેડમાં સમાવેશ થાય છે. આ ગ્રેડમાં આવતા આ કેટેગરી હેઠળ આવતા ખેલાડીઓને રૂ. ૩ કરોડ વાર્ષિક પગાર ચુકવવામાં આવે છે. અક્ષર પટેલ, દીપક ચહર, હનુમા વિહારી, કુલદીપ યાદવ,મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, શ્રેયસ ઐયર, શુભમન ગીલ, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલનો સી ગ્રેડમાં સમાવેશ થાય છે. સી ગ્રેડ હેઠળ આવતા આ ખેલાડીઓને વાર્ષિક રૂ. ૧ કરોડ પગાર તરીકે ચુકવવામાં આવે છે. બીસીસીઆઈ દ્વારા ચુકવાતા વાર્ષિક પગાર સિવાય પણ આ ખેલાડીઓને ટેસ્ટ,ર્ ંડ્ઢૈં અને ્‌-૨૦ મેચ રમવાથી પણ આવક મળે છે. દરેક ભારતીય પુરુષ ખેલાડીને ટેસ્ટ મેચ રમવા માટે ૧૫ લાખ રુપિયા,ર્ ંડ્ઢૈં રમવા માટે ૬ લાખ રુપિયા અને ્‌-૨૦ રમવા માટે ૩ લાખ રુપિયા ફી પેટે ચુકવવામાં આવે છે. આ સિવાય જે પણ ખેલાડીઓ પ્લેયિંગ ૧૧માં સ્થાન નથી મેળવી શકતા તેમને ફીના ૫૦ ટકા રકમ આપવામાં આવે છે.