છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કુલ ૭૯૯૨ કેસ નોંધાયા

16

૩૯૩ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે : દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૩,૨૭૭ પર પહોંચી છે જ્યારે રિકવરી રેટ ૯૯ ટકા જેટલો નોંધાયો છે
નવી દિલ્હી, તા.૧૧
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૧૪માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૯૨ નવા કેસ નોંધાયા છે અને ૩૯૩ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૯૨૬૫ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૩,૨૭૭ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૮૩૬ કેસ નોંધાયા છે અને ૩૪૦ સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૧,૯૯, ૯૨,૪૮૨ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૭૬,૩૬,૫૬૯ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૨,૫૦,૬૭૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ જોઈએ તો કુલ કેસ ૩ કરોડ ૪૬ લાખ ૮૨ હજાર ૭૩૬ નોંધાયા છે. કેસ ડિસ્ચાર્જનો આંકડો ૩ કરોડ ૪૧ લાખ ૧૪ હજાર ૩૩૧ થયો છે.એક્ટિવ કેસોની સંખ્યા ૯૩ હજાર ૨૭૭ થઈ છે. કુલ મૃત્યુઆંક ૪ લાખ ૭૫ હજાર ૧૨૮ થયો છે. ભારતમાં ઓમિક્રૉનનાના કેસનો આંકડો ૩૨ પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રૉનના ૧૭ કેસો સામે આવી ચૂક્યા છે. જ્યારે ભારતમાંની વાત કરીએ તો ૩૨ કેસ નવા વેરિએન્ટના મળી ચૂક્યા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૭, રાજસ્થાનમાં ૯, ગુજરાતમાં ૩, દિલ્હીમાં ૧ અને કર્ણાટકમાં ૨ કેસ મળ્યા છે. રાહતની વાત એ છે કે, રાજસ્થાનમાં ત મામ ૯ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં પણ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વળી કર્ણાટકમાંથી એક દર્દી દુબઇ ભાગી ગયો છે.