દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૭૭૪ નવા કેસ નોંધાયા

89

૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો : ૮૪૬૪ લોકો કોરોના સામે જંગ જીત્યા છે : દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૨,૨૮૧ પર પહોંચી ગઈ છે
નવી દિલ્હી, તા.૧૨
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૧૫માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૭૭૭૪ નવા કેસ નોંધાયા છે અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૮૪૬૪ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૨,૨૮૧ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૩૦૮ કેસ નોંધાયા છે અને ૨૪૫ સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૨,૯૩,૮૪,૨૩૦ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૮૯,૫૬,૭૮૪ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૧,૮૯,૪૫૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ જોઈએ તો કોરોનાના કેસની કુલ સંખ્યા ૩ કરોડ ૪૬ લાખ ૯૦ હજાર ૫૧૦ થઈ છે. જ્યારે કેસ ડિસ્ચાર્જનો આંકડો ૩ કરોડ ૪૧ લાખ ૨૨ હજાર ૭૯૫ થયો છે. એક્ટિવ કેસની સંખ્યા જોઈએ તો ૯૨ હજાર ૨૮૧ જોવા મળી છે. જ્યારે કુલ મૃત્યુઆંકઃ ૪ લાખ ૭૫ હજાર ૪૩૪ ઉપર પહોંચ્યો છે.

Previous articleહવે માત્ર ૨ કલાકમાં જ મળી જશે ઓમિક્રોનનો રિપોર્ટ
Next articleમોંઘવારી હટાવો રેલીમાં જોડાયા રાહુલ-પ્રિયંકા ગાંધી