સિહોર પાસે ડાંગર પરિવારને નડેલા અકસ્માતમાં માસુમ પુત્રી બાદ માતાનું પણ મોત નિપજ્યું

121

કુંભારવાડા વિસ્તારમાં રહેતો પરિવાર કામ સબબ સોનગઢ તરફ જઇ રહ્યો હતો તે વેળાએ અકસ્માત સર્જાયો હતો
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો પરિવાર ગઈકાલે બાઈક પર સોનગઢ બાજુ જઈ રહ્યો હતો તે વેળાએ સિહોર પાસે બાઈકને આઈસર ચાલકે અડફેટે લેતાં ઘટના સ્થળે આઠ માસની માસુમ બાળાનુ મોત નિપજ્યું હતું જયારે બાઈક ચાલક યુવાન તેની પત્ની તથા બહેનને સારવાર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન મૃતક બાળાની માતાનું પણ નિપજતાં ભારે અરેરાટી વ્યાપી છે.

સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા સંજય સાંજણભાઈ ડાંગર ઉ.વ.37 તેની પત્ની મધુ ઉ.વ.35, બેન શિવાની ઉ.વ.13 તથા આઠ માસની પુત્રી તનીષા ને લઈને ગઈ કાલે કુંભારવાડા તેના ઘરેથી બાઈક નં જી-જી-જે-4-સીડી-6232 લઈને સોનગઢ તરફ કોઈ કામ સબબ જઈ રહ્યાં હતાં. તે વેળાએ સિહોરમાં લીલાશા પીરની દરગાહ પાસે આઈસર ટેમ્પો નં- જી-જે-4 એક્સ-6298 ના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર તમામ વ્યક્તિ ઓને ઈજાઓ પહોંચી હતી જેમાં મનીષા ઉ.વ આઠ માસને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં ઘાયલ થયેલા દંપતી તથા સગીરાને પ્રથમ સારવાર અર્થે સિહોર રેફરલ હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જયાં મધુબેન ને ગંભીર ઈજા પહોંચી હોય આથી તબીબોએ અથાગ પ્રયત્નો કરવા છતાં આ મહિલા ને બચાવી શકાય ન હતી અને તેણે હોસ્પિટલ ના બિછાને સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. જયાંરે યુવાન તથા તેની બહેનની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને ભરવાડ સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતુ, આ અંગે સિહોર પોલીસે તપાસ હાથ ધરી છે.