દુધાળા ખાતે આવેલ બી.આર.ભલાળા લોકશાળામાં વિદ્યાર્થીઓ માટે ‘ખજાનાની શોધ’ કાર્યક્રમ યોજાયો

40

ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો
પાલીતાણા તાલુકાના આદપુર ગામમાં આવેલ બી.આર ભાલાળા લોકશાળા દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, બાળકોએ ડુંગરાળ વિસ્તારમાં ખજાનાની શોધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર ગામમાં આવેલ બી.આર.ભલાળા લોકશાળાના વિદ્યાર્થીઓ માટે એક નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આદપુર ગામમાં આવેલ ડુંગરાળ વિસ્તારમાં ખજાનાની શોધ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓની ચાર ટુકડી બનાવીને દરેક ટુકડીને ચિહ્નો આપવામાં આવ્યા અને દરેક ટુકડી 50 મીટરની અંદર વિદ્યાર્થીઓને ખજાનો શોધવાના આવે છે જેમાં જે ટુકડી પેહલા ગોતે તે ટુકડીને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો.
આમ વિદ્યાર્થીઓમાં રહેલી સુસપ્ત શક્તિઓનો વિકાસ થાય અને વિદ્યાર્થીઓ ભણવાની સાથે થોડી ગમ્મત પણ મળે, અભ્યાસમાં રુચિ કેળવાય તેવા હેતુથી અવનવી પ્રવૃત્તિઓ લોકશાળા દ્વારા કરવામાં આવે છે, ત્યારબાદ બધા વિદ્યાર્થીઓ-શિક્ષકગણો સાથે બેસીને વનભોજનની મજા માણી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના નિયામક કલ્પેશભાઈ ભટ્ટ અને શિક્ષકો, વિદ્યાર્થી ભાઈ-બેહનો તથા શાળા પરિવારના સ્ટાફએ ભારે ઝેહમત ઉઠાવી હતી.