ઘોઘાના માલપર ગામે રાજકોટની રણછોડદાસજી હોસ્પિટલના સહયોગથી 22 તારીખે વિના મૂલ્યે કેમ્પ યોજાશે

30

દરેક દર્દીએ આધારકાર્ડની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે ઓપરેશનની જરુરિયાતવાળા દર્દીને રાજકોટ લઈ જઈ ઓપરેશન કરાશે
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના માલપર ગામે પ્રાથમિક શાળા ખાતે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિના મૂલ્યે પ્રથમ સુપર મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઘોઘા તાલુકાના માલપર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે પ્રથમવાર રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિના મૂલ્યે પ્રથમ સુપર મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી તા.22-12-2021 ને બુધવારના રોજ સવારે 9 થી 12 કલાકે નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ કરી મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે વાહન દ્વારા રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી દવા, ટીપાં, ચશ્મા વગેરે આપવામાં આવશે. આ કેમ્પનો જરૂરિયાતવાળા દર્દીઓ વધારે લાભ લેવા પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઘોઘાના સંજયસિંહ ગોહિલએ જણાવ્યું છે, વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓ માટે ચા-પાણી થતા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે, દરેક દર્દીએ આધાર કાર્ડની ઝેરોક્ષ ફરજિયાત લાવવાની રહેશે, કોરોનાની ગાઈડ લાઇન મુજબ દરેક દર્દીઓએ માસ્ક ફરજીયાત પહેરીને આવવું તથા હવે થી દર મહિનાની 22 તારીખે ફરજીયાત કેમ્પનું આયોજન કરવામાં આવશે, તો તમામ જરૂરિયાતવાળા દર્દીઓએ લાભ લેવા જણાવ્યું હતું.