પાલીતાણામાં આઠ દિવસમાં વિધર્મીઓ બે યુવતીઓને ભગાડી જતા લોકોમાં રોષ, શહેર સજ્જડ બંધ રહ્યું

69

હિન્દુ સંગઠનો, વેપારીઓ અને શહેરીજનોએ રેલી યોજી
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આઠ દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીને ભગાડી જતા લોકોમાં રોષ ફેલાયો છે. આજે હિન્દુ સંગઠનો, વેપારીઓ અને શહેરીજનોએ સાથે મળી રેલી યોજી હતી.

વિહિપ દ્વારા પાલીતાણા બંધનું એલાન અપાયું હતું પાલીતાણા શહેરમાંથી છેલ્લા આઠ દિવસ દરમિયાન બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાતા હોબાળો મચ્યો છે. આ ઘટનાના વિરોધમાં વિહિપ દ્વારા આજે પાલીતાણા બંધનું એલાન અપાતા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. હન્દુ સંગઠનો, વેપારી આગેવાનો અને શહેરીજનોએ રેલી યોજી હતી.

યુવતીઓને મુક્ત કરાવવાની માગ
પાલિતાણાના હિન્દુ સંગઠનો દ્વારા આજે વેપારીઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો અને શહેરીજનોને સાથે રાખી રેલી યોજવામા આવી હતી.