ભારતીય સેનામાં પસંદગી પામેલ આર્મીમેનનો સન્માન કાર્યક્રમ આઈટીઆઈ ગઢડા ખાતે યોજાયો

156

બોટાદ જિલ્લાની આઈટીઆઈ ગઢડા સંસ્થામાં વર્ષ 2018માં અભ્યાસ કરતા ટુ વહીલર ઓટો રીપેર ટ્રેંડના તાલીમાર્થી એવા સાકરીયા રાહુલભાઈ જેનું પહેલીથી જ ભારતીય સેનામાં જોડાવા એક સપનું સેવેલું જેના અથાગ પ્રયત્નો થકી આજે તે ભારતીય સેનામાં ફરજ બજાવે છે અને ભારતીય સેનામાં જોડાયા બાદ સૌપ્રથમ વાર પોતાની આઈટીઆઈ ગઢડા સંસ્થામાં આવેલ હતા જેનો આજ રોજ સંસ્થા ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

જેઓ પંચમહાલ ખાતે યોજાયેલ ભરતીમાં પસંદગી પામી હાલ ઇન્ડિયન આર્મીમાં સ્પેશિયલ ફોર્સમાં ફરજ બજાવે છે તેમજ સમગ્ર બોટાદ જિલ્લામાં ચોમેર પ્રશાંસા મેળવી છે તેમજ આઈટીઆઈ ગઢડા સંસ્થાનું પણ નામ પણ રોશન કર્યું છે. જેનું આજ રોજ આઈટીઆઈ સંસ્થા વતી સમગ્ર સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ આજના યુવાનોને પ્રેરણા મળે તે બાબતે આ આર્મીના જવાન દ્વારા લશ્કરી ભરતી બાબતે તેમજ લશ્કરી તાલીમ બાબતે સચોટ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું . તેમજ તેમણે જણાવ્યું કે તેને આ સંસ્થામાંથી હંમેશા પ્રોત્સાહન મળતું રહેતું હતું જે બદલ હું ભારતીય લશ્કરમાં સ્પેશિયલ ફોર્સમાં ફરજ બજાવું છું. અને આજના દિવસે તેમણે આઈટીઆઈ સંસ્થાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તેના હસ્તે અન્ય તાલીમાર્થીને માર્કશીટ વિતરણ કરી એક અનોખી રીતે બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ આઈટીઆઈ સંસ્થા દ્વારા દેશના CDS જનરલ બિપિન રાવતને યાદ કરી 2 મિનિટ મૌન પાળી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.
અહેવાલ : ધર્મેન્દ્રસિંહ સોલંકી