ધારાસભ્ય અંબરીશ ડેરના આંદોલનના સમર્થનમાં ભાવનગર કૉંગ્રેસના કાર્યકર્તાઓએ રેલ રોકવાનો પ્રયાસ કરતા અટકાયત

750

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવેની મનમાની સામે ચલાવવામાં આવી રહેલ આંદોલન ને ભાવનગર શહેર કોગ્રેસ દ્વારા સમથૅન જાહેર કરી રેલવે ડીઆરએમને આવેદનપત્ર આપ્યું હતું અને વિરોધ પ્રદર્શન સાથે રેલ રોકવા પહોંચ્યા હતા.

જો કે, રેલ રોકે તે પહેલા જ કોગ્રેસી કાયૅકરોની પોલીસે અટકાયત કરી હતી.અમરેલી જિલ્લામાં રેલવે વિભાગની જોહુકમી સામે બાંયો ચડાવી છેલ્લા ૧૬ દિવસથી એકલા હાથે લડત ચલાવી રહેલ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ચલાવવામાં આવી રહેલ લડતને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાવનગર શહેર કોંગ્રેસના અગ્રણીઓ કોર્પોરેટરો નગરસેવકોએ મોટી સંખ્યામાં એકત્રીત થઈને રેલવે ડી એમ આર કચેરી ખાતે પહોંચી ડ્ઢઇસ્ને આવેદનપત્ર આપ્યું હતું. આ વિવાદનો તત્કાળ ઉકેલ લાવવા માંગ કરી હતી સાથોસાથ ભાવનગર શહેર માં ડાયવર્ઝન માટે માર્ગ આપવા ઉપરાંત વર્ષોથી રેલવે હદમાં આવતો હાદાનગર વાળો રસ્તો ખોલી આપવા માંગ કરી હતી. જેના પ્રત્યુત્તર માં ડીઆરએમ એ જણાવ્યું હતું કે સમગ્ર મુદ્દો વિચારાધિન છે અને શકય તેટલી ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. આ મુદ્દે પૂર્વ આયોજન મુજબ કોંગી કાર્યકરો અગ્રણીઓ રેલવે પરા વિસ્તારમાં રેલ રોકવા માટે જતાં ડી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે તમામ કોંગી કાર્યકરોની ધરપકડ કરી હતી.આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવનગર મહાનગરપાલિકા પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા, કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ, લાલભા ગોહિલ, પૂર્વ કોર્પોરેટર અને પીઢ કોંગી અગ્રણી રહિમ કુરેશી, પૂર્વ મેયર પારૂલ ત્રિવેદી સહિતના હોદ્દેદારો કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા.