ઇસ્કોન મંદિર ભાવનગર દ્વારા મથુરામાં શ્રીમદ ભાગવત કથા

33

ઇસ્કોન મંદિર ભાવનગર દ્વારા મથુરામાં આવેલ વૃંદાવન ધામ રાધેશ્યામ આશ્રમમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરથી સુરતથી અને મુંબઈથી શ્રીમદ ભાગવત પ્રેમી શ્રોતાઓ ઉત્સાહપૂર્વક પધારેલ છે.સુરતથી ડાયમંડ ઉદ્યોગના હસ્તીઓ હાજર રહ્યા ઘનશ્યામભાઈ શંકર તથા કનુભાઈ કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા કથા વ્યાસ કુંડળ કૃષ્ણદાસ દ્વારા શ્રીમદ્‌ ભાગવતની મધુર લીલા ગીરીરાજધરણ લીલાનું રસપાન કરાવી રહ્યા છે તારીખ ૧૩/૯ થી ૧૯/૯ સુધી કથા ધારાવાહિક ચાલુ રહેશે ભાવનગર ઇસ્કોન મંદિરથી મંદિરના અધ્યક્ષ વેણુ ગાયક દાસ, ઘનશ્યામભાઈ ભલાણી, ઋષિકેશ પ્રભુ, ગોવિંદ પ્રસાદ પ્રભુ, સુરતથી ભદ્ર વર્ધન પ્રભુ, શૈલધર પ્રભુની ભાગવત કથામાં ઉપસ્થિત રહ્યા હતા.